0 થી 500k સુધીની સફર: Khissu YouTube ચેનલની કમાણી?

0 થી 500k સુધીની સફર: Khissu YouTube ચેનલની કમાણી?

4 જાન્યુઆરી 2021 નાં રોજ Khissu YouTube ચેનલ નાં 6 લાખ subscriber પૂર્ણ થઈ ચૂક્યા છે. પરંતુ લોકોની ડિમાંડ મુજબ ઘણાં દિવસો પહેલાં (Aplication અને Website લોન્ચ થઈ ન હતી ત્યારે) 0 થી 500k સુધીની સફળતાની સફર લખી હતી જે આપને જણાવા જઈ રહ્યો છું. 

નમસ્તે... ( એજ Tone થી શરૂઆત કરું જે તમે વારંવાર Youtube માં સાંભળો છો ભલે કંટાળી ગયા હોય તો પણ એ જ ચાલશે.. હા હા હા ) 1 August 2020 ના રોજ '' KHISSU '' યુટ્યૂબ ચેનલ ના 5 લાખ એટલે 5 ની પાછળ 5 ઝીરો ( 500000 સાવ રમતમાં ના લ્યો યાર, મોટો આંકડો છે અમારી માટે ) સબસ્ક્રાઈબર પૂર્ણ થયા છે. એક ગુજરાતી મિત્રો નો જબરદસ્ત પરિવાર બની ચૂક્યો છે એટલે સૌથી પહેલાં આપ સૌ મિત્રોનો આભાર. 

આજે તમારા મોટિવેશન અને પ્રોત્સાહન માટે થોડી માહિતી જણાવું જેવી કે 

૧) ઝીરો 0k થી 500k સુધી ની સફર.

૨) YouTube માંથી કેટલા કમાવ છું?

૩) આગળ તમને શું મળશે?

૪) કેટલો સમય ફાળવુ છું?

Compitation / Editing / Growth

૫) થોડા સમયમાં મોટી સફળતાનુ સૂત્ર? 

શરૂઆત : 0k થી 500k 

11 ફેબ્રુઆરી 2018 ના રોજ khissu Youtube ચેનલ બનાવેલી ત્યારે આ ચેનલ નું નામ Raksnew ( જે પહેલા મને ગમતું અને મારું ઉર્ફ નામ હતું ) એમાં એક વિડિયો મૂક્યો, વિડિયો ન ચાલ્યો, થોડું વિચારી ફરી કેટેગરી અને નામ બદલ્યું Gujrati Dayro કર્યું, ગામનાં ઉઠાવી 2 વિડિયો અપલોડ કર્યા સીધી Copyright ( નિયમો ની વધારે જાણ ના હોવાથી ) અને ફરી બધા વિડિયો ડિલિટ કર્યા, આ બધું મૂકી દવ એમ કરી 3 થી 4 મહિના નો વિરામ લીધો, અને ફરી ઉત્સાહ જાગ્યો પણ આ વખતે થોડું વિચાર્યું કે ગુજરાતી માં કોઈ ટેક્નોલોજી ના વિડિયો નથી આપતું એટલે હું ટેક્નોલોજી ના વિડિયો આપું અને ફરી નામ બદલ્યું R-Tech ( એટલે કે R પરથી રાહુલ અને Tech માં ટેક્નોલોજી ) કર્યું એમાં પણ એક - બે વિડિયો મૂક્યા પણ કોઈ જોવે જ નઈ, શેર કરું તો પણ 60-70 લોકો તો માંડ માંડ જોવે, પછી નવા નવા જુગાડં ચાલુ કર્યા : વોટ્સએપમાં 120+ થી વધારે ગ્રુપ માં જોઈન થયો અને બધે શેર કરું, Fb માં દરેક Open ગ્રુપ માં વિડિયો શેર કરું, અને 5000 Fb ફ્રેન્ડ બનાવ્યા ( પણ બધા ને ખબર પડશે અને મારી મજાક ઉડાવશે એવું જાણી એમાં ડાઇરેક પોસ્ટ શેર ના કરી ), Teligram માં પણ શેર કરતો અને Tranding ચાલતા Youtube વિડિયો માં પણ નીચે જઈને લિંક કોમેટ કરતો છતાં વિડિયોમાં વધી વધીને 600 વ્યૂ આવતાં, આ ઉત્સાહ 1 અઠવાડિયા સુધી ચાલ્યો ફરી એક વાર બધા વિડિયો જોયા અને મારો અવાજ જ ના ગમ્યો, રાતો-રાત બધા વિડિયો કઈ વિચાર્યા વગર ડિલેટ મારી દીધા, ફરી સાવ કંટાળી બધું મૂકી દીધું. ( એ પણ જણાવી દવ કે મારી પાસે શરૂઆતથી આગળ - પાછળ અલગ અલગ ટોપીક અને કેટેગરી માટે 3 ચેનલ હતી ( એક Rakhdel, બીજી Education ની Edu-Bel અને ત્રીજી આ Khissu, આ બધી ચેનલો માંથી સૌથી વધારે પ્રયોગો મેં આ ચેનલમાં કર્યા અને આ બધા કામો રાત્રિ અને ફ્રી સમય માં જ થતા કેમ કે હું ઘરમાં મોટો એટલે જવાબદારી નું પોટલું પણ મારી માથે હતું. ) 

આટલી મહેનત કર્યા છતાં કોઈ સફળતા ના મળી પછી મેં મારી ભૂલો અને ખામી શોધવાનું કામ ચાલુ કર્યું , દરેક નિયમો જાણ્યા, એડિટિંગ પણ શીખ્યો, થોડી સ્પીચ પણ સુધારી, અને ફરી લાઇફ ટાઇમ માટે Youtube માં જ કામ કરવું છે એ 'ગોલ' સાથે Come Back કર્યું, ફરી નામ બદલાવ્યું અને ' Technical Khissu ' કર્યું. થોડા દિવસ સુધી ચાલ્યું પછી નામ થોડું મોટું લાગ્યું અને ફરી ફાઇનલ 'KHISSU' કર્યું. આ વખતે થોડા પ્લાનીંગ સાથે આવ્યો હતો, લોગો પણ બનાવ્યો હતો, Introduction વિડિયો પણ બનાવ્યો હતો અને ચેનલ ની કેટેગરી પણ નક્કી હતી અને હેતુ પણ. 

હેતુ

ખિસ્સા ( ગજવું , Poket ) માં રહેલાં દાળિયા બીજી સામેની વ્યક્તિને આપવાથી કાંઈ સામેવાળો વ્યકિતિ ધરાઇ (પેટ ભરાવું) નથી જતો કે પછી આપવા વાળો ભૂખ્યો નથી રહી જતો , ( ભાઈસારો , લાગણી , સબંધ , એક પાક્કો ગુજરાતી તરીખે કામ કરવાનું ) આમજ, દાળિયા રૂપી માહિતી, જરૂરી ટેક્નોલોજી વિડિયો અને નવી ટેક્નિકલ અપડેટ આપ સુધી પહોંચે તેવો અમારો એક પ્રયાસ છે. 

          [ શ્રી કૃષ્ણ અને સુદામાના દાળિયા ના પ્રસંગ ને અનુરૂપ હેતુ ] 

આ હેતુ સહિત નો પ્રથમ વિડિયો 1 October 2018 ના રોજ KHISSU INTRODUCTION કરીને અપલોડ કરેલ છે જોઈ શકશો. 

ત્યાર પછી ટેક્નોલોજી ની સામાન્ય માહિતી નાં ઘણા વિડિયો અપલોડ કર્યા 60 જેટલા, લોકો જોવે કે ના જોવે, લોકો ને ગમે કે ના ગમે કામ ચાલુ રાખ્યું છતાં એમાં કંટાળો આવ્યો 21 એપ્રિલ 2019 થી કામ મુકી દીધું, ફરી શોધખોળ ચાલુ કરી કે શું ઘટે છે આમાં? લોકો ને શું જોવે છે? કેમ View નથી આવતા? આવી બધી શોધખોળ ના અંતે 3 મહિના બાદ જવાબ મળી ચૂક્યો હતો હવે એના પર બસ વિડિયો બનાવાનો હતો અને 6 જુલાઇ 2019 ના રોજ એક વહાલી દીકરી યોજના પર વિડિયો મૂક્યો અને 1 લાખ + કરતા વધારે લોકો એ વિડિયો જોઈ નાખ્યો કોમેન્ટ પણ વધારે આવી અને ત્યારથી મારી લાઇફ ની સાચી સફર ચાલુ થઈ ( આ સાથે એક બીજું સપનું લઈને પણ ફરતો હતો કે મારા ભાઈ ને ત્યાં છોકરાંનો જન્મ થશે તો મારા કમાયેલા પૈસા થી 10 હઝાર ના પેંડા હું ઉત્સાહથી વહેંચણી કરી અને એ સપનાં એ પણ મને Youtube પર કામ કરવા માટે ભારે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.) 

બસ, હજી વધુ એનાલિસિસ કરી YouTube પર રેગ્યુલર થવાનું વિચારતો હતો ત્યાં પરિવારમાં એક ઘટના બની '' મારા પપ્પા ને એટેક આવ્યો '' હોસ્પિટલમાં દાખલ થયા રોકાણ થયું ( 4 + 3 = 7 દિવસ સુધી ના રોકાણ માં એક રાત્રિ દરમિયાન હું મારા પાપા ને ICU માં રાખેલા હતા તેમાં હું નીચે બેઠી ને ન્યૂઝ પેપર વાંચતો હતો અને મેઇલ આવ્યો Congratulations -- you're YouTube channel, KHISSU, has been accepted into the YouTube Partner Program and is now able to monetize on YouTube!  એટલે કે ચેનલ પર પૈસા કમાવાનુ ચાલુ થશે, અંદર થી ખુશ હતો પણ દવાખાના ના કારણે ખુશી ગાયબ થઈ ગઈ અને વાત કોઈને શેર પણ ના કરી શક્યો, પાપા ને રજા થઈ 2 મહિનાનો સંપૂર્ણ આરામ કરવાનું કીધું. એટલે થોડો ભાર વધ્યો કેમ કે જમીન છે તો ખેતી કામ ની જવાબદારી પણ થોડી માથે આવી હતી છતાં હું લડવા તૈયાર હતો આંખો દિવસ ખેતી, અને રાત્રે Youtube સફર ચાલુ. 

બને જગ્યા પર સમય આપવો જરૂરી હતો કેમ કે એક બાજુ મારું સપનું હતું કે ખુદના પૈસે પેંડા વેચવા અને એ પણ રૂ.10 હઝારના જે રકમ મારી માટે બોવ મોટી હતી, અને બીજી તરફ દવાખાના નો ભાર અને ઘરની જરૂરિયાત, જો કે હવે આ 2 પરિસ્થિતિ માં ઘરની જરૂરિયાત પૂરી થાય તો મારું સપનું પૂરું થાય એટલે પૈસા મારી માટે પહેલી પસંદ બની ગઈ હતી, ( પહેલા ઉત્સાહ અને શોખ હતો પણ હવે પૈસા માટે જરૂરીયાત બની ) એટલે હું રાત-દિવસ કામ કરતો, દિવસે ખેતી, ખેતર માં ચા પીવાના સમયમાં, બપોરે અને સાંજે વિડિયો ને લગતી માહિતી એકઠી કરવાની અને રાત્રે અને વહેલા સવારે ઉઠી ઘરથી દૂર અથવા અગાશી પર વિડિયો બનાવા જતું રહેવાનું કોઈને જાણ ના થાઈ એમ, રાત્રે મોડા સુધી મોબાઇલ માં કામ ચાલુ અને દિવસે મજૂરો સાથે કામ. 

જોકે પરિવાર નો સપોર્ટ સૌથી વધારે હતો એટલે એવી બધી તકલીફો નથી પડી છતાં struggle ખૂબ કર્યું એ દિવસોમાં અને ચેનલ 1 જ મહિના માં 1 લાખ subscriber ને પાર કરી ચૂકી. 

હવે તમને ઇન્ટરેસ્ટીંગ માહિતી જણાવું કે જ્યાં સુધી Khissu ચેનલે 1 લાખ subscriber પૂરા ન કર્યા હતા ત્યાં સુધી પરિવાર, ફ્રેન્ડ, કે ગામના કોઈ લોકો ને જાણ ન હતી કે હું આ ચેનલ હું ચલાવુ છું પણ હા ત્યારે વિડિયો વાયરલ થતાં હતાં એટલે બધા જોતા ખરા અને મારો જ વિડિયો મને Whatsapp માં મોકલતા અને પૂછતાં કે ' ભાઈ અવાજ તારો લાગે છે તારી ચેનલ છે? ' ત્યારે હું જાણી જોઈ ને ના પાડતો પણ પછી બધા ને જાણ થવા લાગી અને મેં 1 લાખ subscriber પછી ચેનલ જાહેર કરી દીધી.

અને બીજી વાત શરૂઆત માં હું બેરોજગાર હતો જ્યારે મારી પાસે દાઢી કરવાના કે રિચાર્જ કરવાના પૈસા પણ ન હતા ત્યારે મારા મિત્રએ @Shiyal mahesh રિચાર્જ કરી આપેલ, જે ફ્રી માં મળેલ મોબાઈલ નેટથી મેં આખી ચેનલ ઉભી કરેલી. 

શરૂઆત માં હું વિડિયો Lenovo A6000+ માં બનાવતો ( જે મોબાઇલ પણ મને મળેલ શિષ્યવૃત્તિ માંથી લીધેલ) અને માઈક માટે સેમસંગ ના હેન્ડ ફોન ઉપયોગ કરતો તેમાં પણ એક જ earphone હતું. ત્યાર પછી Lenovo નો ફોન બગડી જતાં નાના ભાઈ નો ફોન samsung j7 વપરાતો (  જેમાં ડિસ્પ્લે કોમ્બો બગડી જતાં ભાઈ એ મને આપ્યો, જે એની પાસે ના ચાલ્યો ને મારી પાસે ચાલ્યો ) એમાં વિડિયો બનાવતો અને 1 લાખ 35 હજાર subscriber સુધી એ ચાલ્યો ફોન અને earphone. ત્યાર પછી મારી Youtube ની પહેલી ઈન્કમ આવી અને પહેલાં ફોન લીધો Samsung M30s ( હજી સુધી ચાલે છે ) અને પછી વિડિયો ના અવાજ ક્વૉલિટી સુધારવા મેં ચેક 230k સબ્સ્ક્રાઇબ કર પછી માયક ની ખરીદી કરી અને જે હજી સુધી ચાલે છે Boya By1 માઈક. ચેનલ ના ટોપીક અને વિડિયો ને કારણે ચેનલ ખૂબ ચાલી અને 100k પછી જે Youtube તરફ થી એવોર્ડ આવે એ પણ આવ્યો ઘરે બધાં ખુશ હતા અને હવે પાપા ને પણ જાણ થઈ ચૂકી હતી. ( તમે માનો કે ના માનો પણ મારી પહેલી સેલેરી અને એવોર્ડ આવ્યો પછી મેં બધું મારા પાપા ને કીધું હતું વિગતવાર, ત્યાં સુધી એમને આવી કઈ જાણ ના હતી , હા એમને થોડી જાણ હતી કે હું કાંઇક આવું કરું છું પણ એટલી બધી નઈ ) ત્યાર પછી 200k, 250k, 300k, 400k અને છેલ્લે 500k પણ થઈ ગ્યા છતાં હજી ક્યારેય એની ઉજવણી નથી કરી, મિત્રો અને પરિવાર ના લોકો વારંવાર કહેતા હોય છે પણ હું આગળ આગળ કહેતો જતો અને હજી કોઈ પૂછે તો 1M નું જ કહું છું બની શકે ત્યારે પણ આ ગોલ આગળ વધી જાઈ ( મતલબ મારો હેતુ કોઈ સેલિબ્રેશનનો નથી આ ચેનલ માત્ર તમારા ઉપયોગ માટે છે ખેડૂતો માટે છે અને જ્યારે મારો પહેલો વિડીયો વાયરલ થયો ત્યારે એ વિડિયો માં આપ સૌ લોકોની કોમેન્ટ વાંચીને તમારી સાથે એક વ્યથા નું કનેક્શન થઈ ચૂક્યું હતું જે કનેક્શન ને લઈને આગળ નો વિડીયો અપલોડ કરતો હતો અને કરતો રહીશ.) 

YouTube માંથી કેટલા કમાવ છું?

1) તમારી દરેક સાથે વ્યથા અને પ્રશ્નો નું કનેક્શન થયું ત્યાર પછી હું કમાણી સાથે કોઈ મતલબ નથી રાખતો છતાં પણ તમને જણાવી દઉં કે હું youtube માંથી કેટલા કમાઈ લઉં છું

2) જોકે youtube ની કમાણી એકસરખી નથી હોતી જેમ કે વિડીયો પર views ની સંખ્યા વધારે એમ કમાણી વધારે, જેમ વિડીયો પર એડવર્ટાઇઝીંગ વધારે એમ કમાણી વધારે, CTR વધારે એમ કમાણી વધારે આવી રીતે પૈસા પર ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે

3) દર મહિને કમાણી અલગ-અલગ હોય છે કમાણી ને વ્યૂ ( વિડિયો જોવા ની સંખ્યા) પર થી કન્વર્ટ કરી શકો છો જેમ કે લોકડાઉન ની સ્થિતિ માં એવરેજ 15000 વ્યૂ પર 1 ડોલર મળતો હતો અને તહેવારોની સિઝન આવવાની હોય તો 7000 વ્યૂ પર 1 ડોલર મળતો હોય છે બીજા આડા દિવસોમાં 8500 વ્યૂ પર 1 ડોલર પર મળતો હોય છે એટલે એવરેજ 10000 વ્યૂ ઉપર એક ડોલર તમે ગણી શકો.

4) જો કે આ કમાણીનો સોર્સીસ youtube ની કેટેગરી, કયા રાજ્યમાં વિડીયો જોવાય છે, કયા દેશમાં જોવાય છે, ક્યારે જોવાઈ છે, આ બધા પર નિર્ભય હોય છે એટલે પાક્કો આંકડો તો ન જણાવીશું શકું છતાં પણ મારી કમાણી એક મહિનાની ક્લાસ થ્રી અધિકારીના પગાર જેટલી તો હોય જ છે ક્યારેક ક્લાસ 3 ના ફુલ પગાર જેટલી પણ હોય છે ( આ એક બિઝનેસ છે જો કામ કરો તો જ પૈસા મળે બાકી વ્યૂ બંધ, વિડિયો બંધ એટલે પૈસા મળવાનું બંધ )

5) અને જો મારે આ બધું પૈસા માટે જ કરવું હોય તો મારી પાસે હિન્દી ભાષા નો બેસ્ટ વિકલ્પ હતો પણ હું ગુજરાતને જ કાંઈક આપવાં માગતો હતો ( મેજર ધ્યાનચંદ માંથી લીધેલી પ્રેરણા કે જેઓ માત્ર ભારત માટે જ રમવા તૈયાર હતા જેમને બીજા દેશો ઘણા પૈસા આપવા રાજી હતા પણ નહીં તે ભારત માટે જ રમશે એવું એમણે કીધું હતું. ) 

YouTube પર કેટલો સમય ફાળવુ છું? 

૧) જોકે હાલ તો ફૂલ ટાઈમ આપું છું પરંતુ પહેલા જે રીતે વીડીયોની ડીમાન્ડ હતી એ પ્રમાણે ટાઈમ ફાળવતો હતો અને ખેતીકામ હોય છે તેને સાથે રાખી વધેલો ટાઈમ આમાં આપતો.

૨) જોકે મારી માટે સાંજ, સવાર અને બપોર નો સમય ઘણો મહત્વનો હોય છે અને એ સમયને હું વેડફતો ન હતો એટલે કે whatsapp માં સ્ટેટસ જોવા, facebook ખોલવી, instagram ખોલવું, પિક્ચર જોવા વગેરે માં સમય વેડફવા કરતાં મારા કામ પર ફોક્સ કરતો હતો અને હજી કરું છું. 

એડિટિંગ પાર્ટ?

૧) મારો સૌથી વધારે સમય હું એડિટિંગ પાર્ટમાં ખર્ચ કરું છું, જેમકે ફોટા શોધવા, ફોટા વ્યવસ્થિત બનાવવા, યોગ્ય લખાણ કરવું વગેરે. 

૨) વિડિયો માં વધારે ટાઇમ સ્પીચ સુધારો કરવામાં, વાંચન કરવામાં અને લય બદ્ધ કરવામાં વગેરે.

૩) software માટે: ફોટા પિક્સલેબ (Pixalab) Aplication માં બનાવું છું, એડિટિંગ કરું છું ત્યાર પછી વિડીયો શુટીંગ માટે ચાઈનીઝ એપ ડ્યુ રેકોડર અને કાઇન માસ્ટર નો ઉપયોગ કરતો જે હાલમાં બંધ કરી દીધો છે. હવે PC માં બનાવું અને ક્યારેક મોબાઇલ માં.

૩) અવાજ રેકોર્ડ માટે:  170k સુધી તો મોબાઇલ નું માઇક્રો ફોન જ વાપરતો અને ક્યારેક ઈયરફોન અને ત્યાર પછી BOYA B1 નું માઇક્રોફોન વાપરી રહ્યો છું.

૪) અહીંયા આપને જણાવી દઉં કે Thumbnails એડિટિંગ માં જે મેં ચીલો પાડયો છે એમાં હજી ઘણાં બધાં લોકો ચાલે છે અને મેં કોઇપણ એડિટિંગ કર્યું હોય તો ત્રીજા દિવસે કોપી મારી જ દેતા લોકો. પણ એક આનંદ હતો કે લોકો તરત નવું નવું શીખી જતાં હતાં 'આપણા ગુજરાતી' 

આગળ તમને શું મળશે?

1) એક ગુજરાતી તરીકે નાનો ભાઈ, કોઈ માટે છોકરો, કોઇ માટે મોટો ભાઈ તો મળશે જ પણ તમારા દરેક ના પ્રશ્નો નું નિરાકરણ થઈ શકે તે માટે KHISSU એપ્લિકેશન અને Www.khissu.com વેબસાઇટ  મળશે  જેમાં ગુજરાતના લોકની ઉપયોગી માહિતી હશે.

' લોકોની વ્યથા નું કનેક્શન એટલે 'ખિસ્સું '

શું મળશે Khissu એપ્લિકેશન માં? 

Khissu એપ્લિકેશનમાં તમને તમારી જરૂરી દરેક માહિતી મળી જશે અને તે માહિતી તમે વિડિયો ના માધ્યમથી, વાંચીને અથવા ફોટા સહિત પણ સમજી શકશો અને એપ્લિકેશનમાં તમને Official જાહેરાત ની PDF પણ સરળતાથી મળી જશે. 

" Khissu '' એપ્લિકેશન માં તમને 8+ કેટેગરી મળશે જેમાં દરેક વાચકો માટે ખાસ માહિતી હશે, જેવી કે ગુજરાતનાં, ભારતનાં અને આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ લોક ઉપયોગી 'સમાચાર' , ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની દરેક યોજનાની સંપૂર્ણ માહિતી 'યોજનાઓ' માં , ખેડૂતો માટે સ્પેશિયલ માહિતી 'કૃષિવલ' માં, વાંચકો માટે લેખન ની કલમ 'શબ્દો ના મોતી' જેમાં પ્રેરણાત્મક લેખ હશે ત્યાર પછી નવું નવું જાણવાની અપેક્ષા રાખવા વાળા લોકો માટે 'જાણવા-જેવું' 'અજબ-ગજબ' અને 'તથ્યો' ની કેટેગરી પણ હશે અને 'મનોરંજન' મેળવવા માગતા લોકો માટે મનોરંજન ની કેટેગરી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને જે વિદ્યાર્થીમિત્રો કોમ્પિટેટીવ એક્ઝામ ની તૈયારી કરે છે એમની માટે આ એપ્લિકેશન ખૂબ ઉપયોગી બને એવા અમારા પ્રયાસો હશે જે અંતર્ગત અમે બધું કરંટ અફેર કવર કરવાનો પ્રયાસ કરશું. સાથે તમારી આવતી કોમેન્ટ ના જવાબો પણ કોમેન્ટ બોક્સમાં અમારી ટીમ રખડેલ દ્વારા આપવામાં આવશે. 

થોડા સમયમાં ગ્રોથ અને સફળતા સૂત્રો?

જ્યાં સુધી દરેક ગુજરાતીની વ્યથાનું સમાધાન ન થાય ત્યાં સુધી સફળતા મળી કેવી રીતે કહેવાઈ? પણ હા, ગ્રોથ માટે જણાવી શકું કે સખત મહેનત, એક મનમાં વિચારેલ ટાર્ગેટ, સિઝન પ્રમાણે નો બિઝનેસ, અને લોકોની જરૂરિયાત પ્રમાણે કામ જ રંગ લાવ્યું છે. 

હાલ, આ લેખ એમની માટે છે જે લોકો કહેતા હતા કે " ભાઈ તને તો રાતો-રાત સફળતા મળી ગઈ ! " " ભાઈ તારું તો હાલી ગયું ! " " તારાં ભાગ્ય ખુલી ગયા " વગેરે....

હાલ આજે આ લેખ અધૂરો રાખું છું આગળ વધારે અપડેટ કરીશ. 

6 લાખ ગુજરાતી મિત્રો ખિસ્સું યુટ્યૂબ ચેનલ સાથે જોડયા એમનો અમને આનંદ છે - આપ સૌ નો દિલ થી આભાર.