khissu

આ મહીને આંધી વંટોળ સાથે ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, જાણો આખા મહિનાને લઈને અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ આંશિક રાહત મળી છે. હવામાં ભેજનુ પ્રમાણ વધતા વાદળછાંયુ વાતાવરણ સર્જાયુ છે. તેમજ પવનની ગતિ સામાન્ય કરતા વધી છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં આંધી વંટોળ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયુ છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન ક્યારે અને જૂન મહિનામાં કેવો વરસાદ થશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

હાલ ગુજરાતમાં પ્રિ મોનસુન એક્ટિવિટી થશે અને આંઘી વંટોળનુ પ્રમાણ વધશે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતા રહેશે. ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ઘુળની આંધી, વંટોળ રહેવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 6 જુન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ આંઘી વંટોળ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે. જોકે ચોમાસા પૂર્વ આવી ગતિવિધિ થતી હોય છે. આંધી પછી વરસાદ આવતો હોય છે. રોહિણી નક્ષત્રમાં જ્યાં જ્યાં વરસાદ થાય છે ત્યાં પૂર્ણ વરસાદ થતો હોય છે તેવું માનવામા આવે છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ કે, પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેશે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. 8 જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ચોમાસાની ગતિવિધિ જોર પકડશે. 14 જૂન પછી અરબ સાગરમાં પણ લો પ્રેશર બને અને વાવાઝોડુ બનવાની શક્યતા રહેશે. જેના કારણે પણ સારો વરસાદ આવવાની શક્યતા રહેશે.

આ સાથે તેમણે જણાવ્યુ કે, ચોમાસું કેરલના કાંઠે પહોચી ગયુ છે. અરબી સમુદ્રમાં કંરટ જોવા મળશે. પવનની ગતિ તેજ રહેશે. 8 જૂને દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર વધશે. 8થી 14 જુન વચ્ચે  રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે. જેને મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ કહેવાય છે. તો જીવાતની શક્યતા રહે છે. તેમજ 22થી 28 જૂન વચ્ચે આદ્રા નક્ષત્રનો વરસાદ સારો ગણાય  છે.

અંબાલાલ કાકાએ એમ પણ જણાવ્યુ કે, સારો વરસાદ જુલાઈ અને ઓગસ્ટમાં થવાની શક્યતા રહેશે. દેશમાં ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેશે ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે. સાબરમતી નદી બે કાંઠે થશે. હવે પ્રિ મોનસુન એક્ટિવિટી થશે અને ચોમાસુ નજીકમાં છે. 15 જુન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ પહોચી જશે.