khissu.com@gmail.com

Top Stories

ખેડૂતો આજે જ જાણો- કપાસમાં આવતી મીલીબગ નો નિકાલ કરવા નો સરળ ઉપાય.

નમસ્તે ખેડૂત મિત્રો .

 સામાન્ય રીતે છેલ્લા કેટલાક વર્ષો થી કપાસ અને બીજા પાક મા મિલીબગ જીવાત જોવા મળે છે આ મિલીબગ જોવા તેને અટકાવવા નાં ઉપાયો અહિયાં જણાવ્યા છે અને આ બધી માહિતી cib બેજ એકદમ સાચી છે.

વર્ષ ૨૦૦૬ માં અન્ય દેશમાંથી આવેલ મીલીબગ  સતત ખેડૂતોને મૂંઝવણમાં રાખે છે અને આર્થિક ખોટમાં સપડાય છે.

  • ખેડૂતોના મળતા સંદેશા અનુંસાર આ જીવાત ગુજરાત અને અન્ય રાજ્યોમાં શરુઆત થઇ ગઇ છે.
  • કેવી રીતે નુકસાન કરે તે તો આપ જાણતા જ હશો, વ્યવસ્થાપનમાં સહેજ પણ ઢીલ રાખવી નહિં. આગોત્તરુ આયોજન કરતા રહેવું.
  • ચોમાસું પુરુ થયે ખેતરમાં મિલિબગ્સની શરુઆત થઇ જતી હોય છે.
  • વાતાવરણમાં જેમ જેમ તાપમાન વધતું જશે તેમ તેમ આનો ઉપદ્રવ પણ વધતો જણાશે.
  • આ જીવાતની લાક્ષણિકતા એ છે કે આની શરુઆત ખેતરમાં ૫-૧૦ છોડવા ઉપરથી જ થાય છે, આવા છોડ ઉપર જ દવા છાંટો અથવા તો તેવા અસરગ્રસ્થ છોડ ઉપાડી નાશ કરી દો.
  • જૂઓ, ખેતરની આજુબાજુ શેઢા-પાળા ઉપર કોંગ્રેશ ઘાસ, કાંસકી કે ગાડર નિંદામણ હોય તો સત્વરે દૂર કરો, ત્યાંથી ખેતરમાં આવે છે.
  • ખેતર કે શેઢા-પાળા ઉપર કીડીઓના દર હોય તો દવાનું દ્રાવણ રેડી તેની વસાહતો નાશ કરો.
  • હળ-લાકડા કે ટ્રેક્ટર કપાસના ઉભા પાકમાં પ્રવેશે તે પહેલા તેમને ચેક કરો, ક્યારે મિલિબગ્સ ટ્રેક્ટરના ફાળિયા કે હળ-લાકડા ઉપર ચોંટેલ હોય અને ખેતરમાં પ્રવેશી જાય.
  • કોઇ છોડવા ક્યારે ક મિલિબગ્સથી આખા ભરાઇ જાય ત્યારે દવા પણ કામ આપતી નથી, આવા ઉપદ્રવિત છોડવા કાળજીપૂર્વક ઉપાડી ખેતરમાંથી દૂર કરવા.
  • મીલીબગ્સના કુદરતી નિયંત્રણમાં એક પરજીવી કીટકનો ફાળો ૪૦ થી ૭૦ ટકાનો છે, જો મીલીબગ્સ છોડ ઉપર લાલ રંગના ડાઘાવાળા જોવા મળે તો આ પરજીવી કામ કરી ગયુ તેમ સમજવું.
  • ઉપદ્રવની શરુઆતે અને હવામાં પુરતો ભેજ હોય તો લેકાનીસીલીયમ લેકાની નામની રોગપ્રેરક ફુગ ૪૦ ગ્રા પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.
  • લીંબોળીનું તેલ ૪૦ મિલિ અથવા લીમડા આધારીત જંતુનાશક દવા ૧૦ મિલિ (૧ ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઇસી) પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • પાકમાં ચીક્ટાનો ઉપદ્રવ વધારે જણાય ત્યારે પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિલિ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૦ ગ્રા અથવા બુપ્રોફેઝીન ૨૫ એસસી ૨૦ મિલિ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિલિ દવા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે જરૂરીયાત પ્રમાણે ૨-૩ છંટાકાવ કરવા.
  • દવાના દર છંટકાવમાં સ્ટીકર ઉમેરવાથી વધુ અસરકારક પરિણામ મળે છે.
  • દરેક છંટકાવ વખતે દવા બદલવી અને છોડ દવાથી પુરે પુરો ભીંજાય તેની કાળજી લેવી.
  • યાદ રાખશો, છેલ્લી વિણી પછી કરાંઠીઓનો વ્યવસ્થિત નિકાલ કરશો અને આવતા વર્ષ માટે પાળ બાંધશો.

આ માહિતી ને ગુજરાત નાં દરેક ખેડૂત મિત્રો સુધી મોકલો જેથી એ લોકો પણ જાણી શકે,અને આ માહિતી ને સમજવા વીડિઓ જોવો .