સામાન્ય રીતે વાત કરીએ તો કોઈપણ દેશના રાજા પર ઘણી જવાબદારીઓ છે. રાજાની ફરજ છે કે તે પોતાના લોકોના દરેક દુ: ખ અને પીડાને સમજે. વિશ્વના મોટાભાગના દેશોમાં રાજાશાહીનો અંત આવ્યો છે. હવે માત્ર થોડા જ દેશો બચ્યા છે જ્યાં હજુ પણ રાજાશાહી છે. તેમાંથી એક આફ્રિકન દેશ સ્વાઝીલેન્ડ છે. જો તમે અહીંના રાજા વિશે જાણશો તો તમને આશ્ચર્ય થશે અને સાથે સાથે ઝાટકો પણ લાગશે.
દેશની આઝાદીના પચાસ વર્ષ પૂર્ણ થવા પર અહીંના રાજાએ વર્ષ 2018માં દેશનું નામ બદલીને ધ કિંગડમ ઓફ ઈસ્વાતિની કરી દીધું. આ દેશ આફ્રિકા ખંડમાં દક્ષિણ આફ્રિકાને અડીને આવેલો છે. સાઉથ આફ્રિકા અને મોઝામ્બિકની સરહદોને અડીને આવેલો આ દેશ ઘણી વખત પોતાના રહસ્યને કારણે ચર્ચામાં રહે છે. આ દેશમાં, દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં મહારાણીની માતાના શાહી ગામ લુડજીજીનીમાં ઉમહલાંગા સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં 10 હજારથી વધુ કુંવારી છોકરીઓ અને બાળકીઓ ભાગ લે છે. અહીં કુંવારી છોકરીઓ રાજાની સામે ડાન્સ કરે છે.
એક અહેવાલ મુજબ દર વર્ષે રાજા આ તહેવારમાં ભાગ લેનારી છોકરીઓમાંથી એક પસંદ કરીને એને રાણી બનાવે છે. સૌથી નવાઈની વાત એ છે કે આ છોકરીઓ રાજા અને તેની આખી પ્રજાની સામે કપડા વગર ડાન્સ કરે છે. એક વખત આ પરંપરાનો દેશની ઘણી યુવતીઓએ વિરોધ કર્યો હતો, ઘણી છોકરીઓએ આ ઉત્સવમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે રાજાને આ વિશે ખબર પડી ત્યારે તે છોકરીઓના પરિવારોને ભારે દંડ ભરવો પડ્યો.
આ દેશના રાજા પર એવા આક્ષેપો થયા છે કે તે પોતે ખૂબ જ સારી રીતે જીવે છે, તેથી ત્યાંની મોટી વસ્તી અત્યંત ગરીબીમાં રહે છે. રાજા મસ્વાતી ત્રીજો III 2015 માં 'ઇન્ડિયા આફ્રિકા સમિટ'માં ભાગ લેવા માટે ભારતમાં પણ આવ્યા છે. રાજા મસ્વાતી ત્રીજો તેમની સાથે 15 પત્નીઓ, બાળકો અને 100 નોકર લાવ્યા હતા. તેમના માટે દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટેલમાં 200 રૂમ બુક કરવામાં આવ્યા હતા જેમાં તેઓ રોકાયા હતા.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.