khissu

Rain Forecast: હજુ વરાપ માટે જોવી પડશે રાહ, કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી

Rain Forecast: આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની (Heavy Rain) હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કહી છે કે, આવનારા 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (Rain Forecast) પડશે.

અંબાલાલ પટેલની આગાહી
દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
પંચમહાલ વિસ્તારમાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી છે.
7 જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજળીના ચમકારા સાથે વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક શહેરોમાં છૂટાછવાયા વરસાદી છાંટા પડવાની શક્યતા છે.
બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણની સિસ્ટમ બનવાની સંભાવના છે, જેના કારણે 8થી 14 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
અષાઢી પાંચમે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
15 તારીખે બંગાળનાં ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનતા રાજ્યમાં વરસાદ લાવશે.
તારીખ 25 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત,દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
રાજ્યના કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: રાજ્યના ત્રણ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન. સુરત, નવસારી અને વલસાડમાં વરસી શકે છે ભારે વરસાદ.

આજે એટલે કે ગુરૂવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ છે. તો પ્રવાસન સ્થળ દીવમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠામાં વરસી શકે છે વરસાદ. તો ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ અને દાહોદમાં વરસાદની શક્યતા છે.

કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લામાં આજે બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની શક્યતા છે.