બહાર જતા પહેલા જાણી લેજો, ઠંડી છોતરા કાઢશે, શું છે હવામાન અને પરેશ ગોસ્વામીની આગાહી

બહાર જતા પહેલા જાણી લેજો, ઠંડી છોતરા કાઢશે, શું છે હવામાન અને પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ રાહતની આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં નલિયામાં 8 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું છે. તેમજ માઉન્ટ આબુમાં માઈનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે ઠંડી ને લઈને આગાહી કરી છે. જ્યાં આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની અને પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફુકાવાની આગાહી કરાઈ છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કહ્યું
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી તા. 16 થી 22 ડિસેમ્બર દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું
આજે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હવામાન અંગે આગાહી કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં હજી આકરી ઠંડી પડવાની શક્યતા છે. જેમાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં રેકોર્ડતોડ ઠંડી પડશે. આ ઉપરાંત તેઓના જણાવ્યા પ્રમાણે ઠંડીમાં આગામી સમયમાં વધારો થશે.