khissu

પુષ્ય નક્ષત્ર ચુકી ગયા હો તો મઘામાં પાણી ભરી લેવું, જાણો મઘા નક્ષત્રમાં વરસાદના પાણીનું મહત્વ

મઘા નક્ષત્રનું પાણી વરસે તો મોલાત માટે ઉત્તમ ગણાય છે, ઘણા લોકો ભૂર્ગભ ટાંકાઓમાં ચોમાસા દરમિયાન આ પાણી ભરીને રસોઇ અને પીવા માટે વાપરતાં હોય છે.

લોકબોલીમાં વૈખ અને પૈખ નખતર કહીએ છીએ. વૈખ એટલે વિષ (ઝહેર) જેવું પાણી. પૈખ એટલે પુષ્ય નક્ષત્રનું પાણી, એ ખેતી પાક અને માણસો માટે ગુણકારી માનવામાં આવે છે. એટલે પુષ્ય નક્ષ્રત્રનું પાણી ભૂગર્ભ ટાંકાઓમાં ભરાતું હોય છે

પુષ્ય નક્ષત્રમાં પાણીને વાસણમાં સીધું જીલી બોટલમાં ભરી લેવું જોઇએ. આ જલ આંખમાં પણ આંજી શકાય છે, જ્યારે મઘાનુ પાણી રસોઈ માટે વાપરવા માટે સારું છે. પુષ્ય નક્ષત્રનુ પાણી અમૃત સમાન હોવાનો ઉલ્લેખ જુનાં પુસ્તક  વર્ષાઋતુ કોહીનુરમાં હોવાની વાત કરતાં હોય છે

મઘા નક્ષત્ર કરતાં પુષ્ય નક્ષત્રમાં ભૂગર્ભ ટાંકા ભરવા અતિઉત્તમ કહી શકાય. પુષ્ય નક્ષત્ર ચુકી ગયા હો તો મઘામાં પાણી ભરી લેવું જોઇએ.

મઘા નક્ષત્રમા વરસતા વરસાદનાં  પાણીનો ઉપયોગ-ફાયદા?
મઘા વરસાદના નક્ષત્રનું પાણી આખા વર્ષ દરમિયાન બગડતું નથી. મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન કહેવામાં આવે છે.

1) આંખોના કોઈપણ રોગ માટે આ પાણીનો ઉપયોગ કરી શકો છો. મઘા પાણીનાં બે ટીપા આંખમાં પાડી શકો છો.

2) મઘાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી પેટના કોઈપણ દર્દ માટે આ પાણી પીવું ઉત્તમ ગણી શકાય છે.

3) જો આપ કોઈપણ આયુર્વેદિક દવા લેતા હોવ તો આ પાણી સાથે તે દવા લેવાથી ફાયદાઓ વધી જાય છે.

4) તમારા ઘરમાં થતી રસોઈમાં પણ આ પાણી વાપરવામાં આવે તો રસોઈ ઉત્તમ ગણાય છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

5) આધ્યાત્મિક બાબતે પણ આ પાણીને ઉત્તમ ગણવામાં આવે છે. મહાદેવ પર મઘાનાં પાણીનો અભિષેક ઉત્તમ ગણાય છે.

6) આપના ઘરમાં નવાં થતાં કોઈ કાર્યના સ્થાપનમાં દેવી-દેવતા ઉપર આ પાણીનો અભિષેક કરવામાં આવે તો ફાયદા સ્વરૂપ ગણવામાં આવે છે.

7) મઘાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી ગંગાજળની માફક તેનો ઉપયોગ કરી શકાય છે.

8) શ્રી સુક્તમની 16 રુચા દ્વારા આ પાણીનો અભિષેક શ્રીયંત્ર પર કરવામાં આવે તો ધનલક્ષ્મી આકર્ષાય છે.

9) આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે નુકસાનકારક હોય છે પરંતુ મઘા નક્ષત્રનું પાણી સોના સમાન અમૃત ગણવામાં આવે છે.

10) મઘા નક્ષત્રનું પાણી જો નાના બાળકને પીવડાવવામાં આવે તો એમના પેટમાં રહેલા કીડા પણ મરી જાય છે.

17ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી મઘા નક્ષત્ર ચાલુ રહેશે માટે આ નક્ષત્ર દરમિયાન જેટલો વરસાદ પડે તેમના પાણીનો સંગ્રહ કરી લેજો. કેમ કે તેમના અનેક ફાયદાઓ છે. આ કુદરતી ફાયદાઓ ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે ખાસ શેર કરજો.