khissu

ડુંગળી અને મગફળી માર્કેટ યાર્ડમાં લઈ જતા પેહલા જાણી લો વેપારીઓએ આપેલ માહિતી...100% ફાયદો

નમસ્કાર ખેડૂત મિત્રો, રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે મગફળીએ બજારમાં મજબૂતાઈ પકડી છે. જોકે ખાધતેલની તેજી ગુરુવારે અટકી હતી, પરંતુ સીંગદાણાની બજાર મજબૂતાઇ પકડી રહી છે. ગઈકાલે વેચાવલીના અભાવે ભાવમાં ૨૦થી ૨૫ રૂપિયાનો સુધારો થયો છે.

  • મગફળી-ડુંગળીનાં ભાવનો મોટો સર્વે
  • ઉનાળુ ઓછું વાવેતર ભાવ ટકાવી શકે
  • ડુંગળીનાં ભાવો હજી પણ ઘટશે?

મગફળીના ભાવ વિશે વેપારીઓ શું કહે છે?
નિષ્ણાંત વેપારીઓનું કહેવું છે કે વર્તમાન તબક્કામાં ખેડૂતોને મગફળીના સારા ભાવો મળી રહ્યા છે, આવનાર દિવસોમાં હોળી-ધુળેટી આવવાથી દાણામાં સારી ઘરાકી દેખાય છે. સાથે ઉનાળુ વાવેતર પણ ઓછું થાય તેવી ચર્ચા ચાલે છે, ચર્ચા સંજોગને કારણે કારણે લાંબાગાળા સુધી તેજી ટકે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: આજના સૌથી મોટાં સમાચાર / હોળી પહેલાં ભેટ, મોદીજી ગુજરાત મુલાકાતે, પેટ્રોલ ભાવ વધારો?

મગફળીનાં ભાવમાં સુધારો
યુક્રેન રસિયાના યુદ્ધને કારણે મગફળીની બજારમાં ઉછાળ જોવા મળ્યો છે. ગઈકાલે ગોંડલ રાજકોટની માર્કેટ યાર્ડમાં મણે 20થી 25 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. જ્યારે જુનાગઢ બાજુ ખાંડીએ 300 થી 500 રૂપિયાનો વધારો થયો છે. જોકે આ સુધારો આગામી દિવસોમાં ટકે તેવી પૂરેપૂરી સંભાવના છે.

આ પણ વાંચો:  શું યુક્રેન રશિયા યુદ્ધની અસર મગફળીના ભાવ પર પડશે? શું મગફળીના ભાવ 1400 થશે? જાણો સર્વે તેમજ બજાર ભાવ..

ડુંગળીના ભાવમાં ઘટાડો યથાવત્
છેલ્લા પંદર દિવસથી ડુંગળીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ડુંગળીનું વેચાણ વધવાથી ભાવો સતત ઘટી રહ્યા છે. મહુવા, રાજકોટ અને ગોંડલમાં ભાવો 300ની અંદર આવી ચૂક્યા છે. જોકે સારી ડુંગળીના ભાવ 400 સુધી મળે છે પરંતુ તે ડુંગળી ખૂબ ઓછી હોય છે. માર્કેટ પ્રમાણે ખેડૂતોને જોઈએ એટલા ભાવ મળતા નથી. 

આવનાર દિવસોમાં ભાવ કેવા રહેશે? 
આવનાર દિવસોમાં ડુંગળીની આવકો વધશે જેમને કારણે ભાવમાં કોઇ સુધારો થાય તેવું જણાતું નથી. અમુક વેપારીઓ એવું કહે છે કે હાલમાં જે લાલ ડુંગળીના ભાવ 300ની અંદર આવી ગયા છે તે હજી ઘટીને 250 સુધી આવી શકે છે. ડુંગળીની અમુક વકલોમાં સારો ભાવ મળી શકે છે પરંતુ સરેરાશ બજારો ઘટી જશે.