khissu

કાયદા જાણો : રિમાન્ડ એટલે મારવું કે દંડાવાળી ના થાય | જાણો શું છે રિમાન્ડ ?

રિમાન્ડ એટલે શું ?

ઘણા લોકો રિમાન્ડ ને કંઇક અલગ જ સમજી બેસે છે. રિમાન્ડ એટલે કોઈ આરોપી ને મારવું કે સતાવવા નો અર્થ નથી.

રિમાન્ડ એટલે કોઈ આરોપી એ કરેલા ગુના ની આખી માહિતી અને પ્રૂફ ના મળે ત્યાં સુધી આરોપીને કેદ કરી રાખવા કોર્ટ પાસે થી પોલીસે લેવી પડતી પરવાનગી.

પોલીસે રિમાંડની પરવાનગી કેમ લેવી પડે છે ?

કોઈ પણ આરોપીને પકડ્યા બાદ ૨૪ કલાક ની અંદર ફરજિયાત આરોપીને કોર્ટ માં હાજર કરવો પડે છે અને પોલીસે જરૂરી પુરાવા ભેગા ના થાય ત્યાં સુધી આરોપીને જેલમાં રાખવા જજ પાસેથી રિમાન્ડ ની માંગણી કરે છે.

  • તો સમજ્યા ને મિત્રો રિમાન્ડ એટલે મારવું કે દંડાવાળી નહિ પણ જરૂરી પુરાવા ન મળે ત્યાં સુધી જેલમાં રાખવા દેવાની કોર્ટ પાસેથી લેવી પડતી પરવાનગી.

અહી મિત્રો સમજીએ કે કોર્ટ પાસે રિમાન્ડ ની માંગણી જેતે PSI અથવા તેનાથી ઉપરના અધિકારી ઓ જ કરી શકે.

કોર્ટ વધુમાં વધુ ૧૫ દિવસ નો રિમાન્ડ આપી શકે પરંતુ જો ૧૫ દિવસ માં હજી કોઈ પુરાવા મળે નહિ તો પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી ફરી પાછી રિમાન્ડ માંગી શકે છે.

તો મિત્રો આપણા દેશમાં લાગુ થતાં કાયદા વિશે જાણો અને સતર્ક રહો અને હા મિત્રો જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ જરૂર થી કરી દેજો.