Gold Price Today: વાયદા બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ઓક્ટોબર 2023માં ડિલિવરી માટે સોનું રૂ. 83 અથવા 0.14 ટકાના ઘટાડા સાથે રૂ. 59,199 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. અગાઉ, આ ઓક્ટોબર કોન્ટ્રાક્ટ માટે સોનાની કિંમત 59,282 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. એ જ રીતે, ડિસેમ્બર 2023માં ડિલિવરી માટેનું સોનું રૂ. 98 અથવા 0.16 ટકાના ઘટાડા સાથે રૂ. 59,705 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. અગાઉના સત્રમાં ડિસેમ્બર કોન્ટ્રાક્ટ ચાંદીની કિંમત 59,803 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
ડિસેમ્બર 2023માં ડિલિવરી માટે ચાંદી રૂ. 369 અથવા 0.51 ટકાના ઘટાડા સાથે રૂ. 72,200 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. અગાઉના સત્રમાં ડિસેમ્બર કોન્ટ્રાક્ટ ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 72,569 હતો. એ જ રીતે, માર્ચ 2024માં ડિલિવરી માટે ચાંદી રૂ. 297 અથવા 0.40 ટકાના ઘટાડા સાથે રૂ. 73,694 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. પાછલા સત્રમાં માર્ચ કોન્ટ્રાક્ટ ચાંદીનો ભાવ કિલો દીઠ રૂ. 73,991ના સ્તરે હતો.
આ પણ વાંચો
કોમેક્સ પર, ડિસેમ્બર 2023 માં ડિલિવરી માટે સોનું $ 2.70 અથવા 0.14 ટકા ઘટીને $ 1,951 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. એ જ રીતે હાજર બજારમાં સોનું 0.07 ટકાના ઘટાડા સાથે $1,929.92 પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું.