khissu

જાણો કાયદો / 5 રૂપિયાની નોટો કે 10 રૂપિયાના ચલણી સિક્કા ન લેવા પર રાજદ્રોહ નો ગુનો થઇ શકે, જાણો FIR કઈ રીતે દાખલ કરી શકાય..

અરે ભાઈ સાહેબ.. પાંચની નોટ ન આપો સિક્કો હોય તો આપો, અથવા તો પાંચ રૂપિયાનું કઈક લઈ લ્યો. કારણ કે અમારી પાસે થી પણ કોઈ પાંચની નોટો નથી લઈ રહ્યું. હાલ આવી સ્થિતિ દરેક ગલ્લાઓ પર અને શાક ભાજીની માર્કેટોમાં જોવા મળી રહી છે. શહેરોમાં પાંચ ની નોટો અને 10 રૂપિયાનાં સિક્કાઓ દુકાનદાર લેવામાં ખચકાય છે. એટલે ધીરે ધીરે પાંચની નોટો અને 10 રૂપિયાના સિક્કા બજાર માંથી દૂર થવા લાગ્યા છે. દુકાનદારો પાસે 5 ની નોટો અને 10 નાં સિક્કાઓ મોટી સંખ્યામા જમાં થઈ ગયા છે. તેથી દુકાનદારો 5ની નોટો અથવા 10ના સિક્કાઓ લેવાની ના પાડી રહ્યા છે. પરંતુ આ નિયમ વિરુદ્ધ છે.

દેશનુ ચલણ લેવાથી ઇન્કાર કરવો એ અપરાધ છે :- દેશમાં ચાલી રહેલા કોઈપણ ચલણ લેવાનો ઇન્કાર કરવો તે ગુના હેઠળ આવે છે. જો કોઈ આવું કરે તો તેના વિરુદ્ધ ગુનો નોંધી શકાય છે. આરબીઆઇ ની વેબસાઇટ પર જઇને ફરિયાદ પણ નોંધાવી શકાય છે. બેંકોપણ સિક્કાઓ અથવા નાની નોટો લેવાની ના પાડે તો આરબીઆઇ માં ફરિયાદ કરી શકાય છે.

કોઈ દુકાનદાર કે વ્યક્તિ, સિક્કા કે ચલણી નોટો લેવાની ના પાડે તો તેના પર રાજદ્રોહ નો ગુનો દાખલ કરી શકાય છે. ભારતમાં કાનૂની ચલણ લેવાનો ઇન્કાર કરનારાઓ સામે આઇપીસી ની કલમ 124(1) હેઠળ કેસ નોંધાય શકે છે. હાલ બેંકમાં સિક્કા જમાં કરાવવાનું કામ ચાલુ છે. એક ખાતાની અંદર દિવસમાં તમે 1000 રૂપિયાના સિક્કાઓ જમાં કરી શકો છો.

ફરિયાદ કંઈ રીતે કરી શકશો :- તમારા નજીકના પોલીસ સ્ટેશને જઈને જે ચલણી નોટ કે સિક્કાને સ્વીકારવાનો ઈન્કાર કરાયો હોય તેને પોલીસને બતાવો, જેના દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો હોય તેની વિગતો પોલીસને આપો. રાજદ્રોહ અંતર્ગત ફરિયાદ દાખલ કરવા પોલીસને જણાવવું. FIR કરીને તેની કોપી મેળવી લેવી.