ઘઉં, મગફળી, જીરું, કપાસ અને ડુંગળીના બજાર ભાવ, જાણો ક્યાં સૌથી વધુ ભાવ બોલાયો?

ઘઉં, મગફળી, જીરું, કપાસ અને ડુંગળીના બજાર ભાવ, જાણો ક્યાં સૌથી વધુ ભાવ બોલાયો?

 હાલ રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો પોતાની વિવિધ જણસીઓ વેચવા માટે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ખેડૂતો વિવિધ જણસીઓ લઈને પહોંચી રહ્યા છે.

ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ ઘઉંની મબલખ આવક થઈ છે. માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની હરાજી માટે ધોરાજી અને આસપાસના વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

મગફળીની બજારમાં ઊંચી સપાટીથી લેવાલી અટકી હોવાથી અને બાયરોને પણ ભાવ વધુ ઘટવાની ધારણાં હોવાથી સરેરાશ મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી છે. આગામી દિવસોમાં ખાદ્યતેલ-તેલીબિયાં બજારમાં સરેરાશ નરમાઈની સંભાવનાં વધારે દેખાય રહી છે.

આ પણ વાંચો:  આજનાં મહત્વના સમાચાર: સોમનાથ મંદિર સોનેથી મઢાશે, હોળી-ધુળેટી બગડશે, વાહનચાલકો, પેન્શનધારકો વગેરે

મગફળીનાં ભાવમાં સોમવારે મણે રૂ.૫થી ૧૦ સુધીનો ઘટાડો સરેરાશ ક્વોલિટી મુજબ જોવા મળ્યો હતો. વેચવાલી ઓછી છે, પંરતુ સામે લેવાલી નથી. સીંગતેલનાં ભાવ ઘટે તેવી ધારણાં છે. ખોળની બજારો પણ ડાઉન છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે.

જુવાર-બાજરીનાં ભાવ ટૂંકી વધઘટે અથડાય રહ્યાં છે. આગામી દિવસોમાં બજારમાં લેવાલી કેવી રહે છેતેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. બાજરીનાં ભાવમાં આગામી થોડા દિવસો ભાવ હવે વધવાની સંભાવનાં ઓછી છે. ઘઉંનાં ભાવ ઘટ્યાં હોવાથી તેની અસર 
જોવા મળશે.

બાજરી
રાજકોટમાં બાજરીની ૬૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૩૫૦થી ૪૫૦નાં હતાં. જ્યારે બિલ્ટીનાં ભાવ ક્વિન્ટલનાં રૂ.૨૨૦૦થી ૨૨૫૦નાં હતાં. કેટલફીડનો ભાવ રૂ.૧૯૦૦નો હતો.ડીસામાં ૨૪૮ બોરીની આવક સામે ભાવ રૂ.૩૫૦ થી ૪૯૫નાં ભાવ હતાં.

જુવાર
જુવારમાં ભાવ સ્ટેબલ હતાં. રાજકોટમાં જુવારની આવક ૩૦૦ કટ્ટાની હતી અને ભાવ સફેદ મિડીયમમાં રૂ.૫૧૦થી ૫૫૦, સુપરમાં રૂ.૫૫૦થી ૬૧૦ અને પ્રીમિયમ ક્વોલિટીમાં રૂ.૬૧૦થી ૬૪૦નાં ભાવ હતાં. જ્યારે બિલ્ટીનાં ભાવ રૂ.૩૦૦૦થી ૩૧૦૦નાં હતાં. લાલ જુવારનાં ભાવ રૂ.૫૦૦થી ૫૫૦નાં હતાં.

આ પણ વાંચો: SIP ઇન્વેસ્ટમેન્ટ: મહિને માત્ર 1000 રૂપિયા જમા કરો, મેચ્યોરીટી પર મળશે 2 કરોડ રૂપિયા

રાજકોટ યાર્ડમાં ધાણાની આવક ખોલતા તા.14, માર્ચસોમવારના 50 હજાર ગુણીની આવક થઈ હતી. ત્યાંના વેપારીઓકહે છે કે અત્યારે આદિવાસી મજૂર ભાગિયા ઉતાસણી નજીક હોવાથી વતનમાં જવાની ઉતાવળને લીધે ધાણાની આવકમાં પ્રેસર આવ્યું છે. બીજુ એ પણ કારણ છે કે ધાણાના ભાવ ઓલરેડી સારા છે, તે ઘટી જવાનો ભય પણ જોવા મળે છે. તેથી ખેડૂતોની વેચવાલી વધી છે. મોટી આવકને કારણે શનિવારની તુલનાએ પ્રતિમણ રૂ.10 થી રૂ.20 દબાયા છે. 

ઇગલ ક્વોલિટીમાં રૂ.1880 થી રૂ.1925, ઇગલ સૂકા રૂ.1935 થી રૂ.1960, સ્કૂટર સૂકામાં રૂ.1975 થી રૂ.2025, સુપર પેરોટના રૂ.2050 થી રૂ.2125ના ભાવ થયા છે. બેસ્ટકલર ધાણીમાં રૂ.2150 થી રૂ.2650 સુધીના ભાવ હતા. હળવદ યાર્ડના ટ્રેડર્સ  કહે છે કે અંદાજે 15 બોરી ધાણાની આવક સામે સૂકા માલમાં રૂ.1800 થી રૂ.2400 સુધીના ભાવ છે. માર્ચએન્ડીંગ નજીક આવે છે, તેથી જરૂરિયાતમંદ ખેડૂતો ધાણા વેચવા ઉતાવળા બન્યા છે, તેથી આવકનો ફ્લો વધ્યો છે

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1650

2125

ઘઉં 

335

459

જીરું 

2500

3900

એરંડા 

1350

1419

બાજરો 

350

425

રાયડો 

1050

1235

ચણા 

800

1015

મગફળી ઝીણી 

700

1221

લસણ 

75

505

અજમો 

1740

2705

ધાણા 

1000

2100

તુવેર 

750

1200

મેથી 

750

1200

મરચા સુકા 

800

5400 

જામજોધપુર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1850

2305

ઘઉં 

430

444

જીરું 

2500

4071

એરંડા 

1390

1435

તલ 

1760

1960

રાયડો 

1050

1225

ચણા 

795

905

મગફળી ઝીણી 

930

1140

ધાણા 

1500

1935

તુવેર 

900

1230

અડદ 

835

1235

મેથી 

1000

1165 

સાવરકુંડલા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1500

2150

ઘઉં 

400

527

જીરું 

3300

4401

એરંડા 

1250

1372

તલ 

1851

2120

બાજરો 

375

526

ચણા 

800

915

મગફળી જાડી 

1230

1335

જુવાર 

350

659

ધાણા 

1700

2202

તુવેર 

908

1180

મેથી 

1050

1177

ઘઉં ટુકડા 

440

606 

હળવદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1500

2070

જીરું 

3600

4115

એરંડા 

1415

1444

રાયડો 

1151

1260

ચણા 

880

930

ધાણા 

1700

2415

મેથી 

1100

1240

રાઈ 

1101

1254 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

411

461

ઘઉં ટુકડા 

425

557

ચણા 

700

929

અડદ 

900

1295

તુવેર 

1080

1307

મગફળી ઝીણી 

950

1168

મગફળી જાડી 

900

1300

સિંગફાડા 

1450

1616

તલ 

1750

2125

તલ કાળા 

1950

2351

જીરું 

2800

3670

ધાણા 

1700

2176

મગ 

900

1332

સોયાબીન 

1100

1521

મેથી 

800

1108

કાંગ 

-

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1625

2069

ઘઉં 

426

538

જીરું 

2330

4012

એરંડા 

1100

1439

રાયડો 

1122

1237

ચણા 

837

933

મગફળી ઝીણી 

1050

1168

ધાણા 

1200

1960

તુવેર 

1166

1186

અડદ 

990

1300

રાઈ 

1106

1212

ગુવારનું બી 

-

-

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1650

2200

ઘઉં લોકવન 

440

474

ઘઉં ટુકડા 

445

503

જુવાર સફેદ 

460

590

જુવાર પીળી 

345

405

બાજરી 

385

440

તુવેર 

1050

1230

ચણા પીળા 

870

901

અડદ 

750

1400

મગ 

1220

1439

વાલ દેશી 

870

1441

વાલ પાપડી 

1650

1811

ચોળી 

975

1640

કળથી 

761

995

સિંગદાણા 

761

995

મગફળી જાડી 

101

1340

મગફળી ઝીણી 

965

1240

સુરજમુખી 

825

1021

એરંડા 

1400

1445

અજમો 

1450

2360

સુવા 

950

1211

સોયાબીન 

1350

1444

સિંગફાડા 

1200

1500

કાળા તલ 

2000

2600

લસણ 

155

415

ધાણા 

1630

2500

જીરું 

3250

4150

રાઈ 

1110

1195

મેથી 

1050

1200

ઇસબગુલ 

1750

2291

રાયડો 

1120

1240