દિવાળીની રજાઓ બાદ શનિવારે જૂજ યાર્ડો શરૂ થયા બાદ આજથી મોટાભાગના યાર્ડોમાં હરાજીનું કામકાજ ફરી રાબેતા મુજબ શરૂ થયું હતું. કપાસના ભાવમાં પડી પોઝિશન હતી. ઉઘડતી બજારમાં માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવક ઘટી એક લાખ મણની અંદર એટલે કે, 97000 નોંધાઇ હતી. આજે પરપ્રાંતમાંથી કપાસની આવકો ઓછી હતી.
મેઇનલાઇન તરફથી કપાસની આવકોનો પ્રારંભ થયો હતો. માર્કેટિંગ યાર્ડોમાં જ્યારે રજાઓ પડી ત્યારે કપાસની આવકો દોઢ લાખથી ઉપર પહોંચી ગઇ હતી.એ ગ્રેડ સુપર ક્વોલિટીનો ભાવ રૂ.1700-1720 અને બી ગ્રેડનો રૂ.1680-1700 બોલાતો હતો. યાર્ડોમાં કપાસનો સરેરાશ ભાવ રૂ.1650-1700 બોલાયો હતો.
આ ભાવે જીનર્સોને કપાસ ખરીદવો પાલવે તેમ નથી. હજુ યાર્ડો ખુલ્યાજ છે, ખેડૂતો પણ કપાસના ભાવ વધશે તેવી આશા વચ્ચે થોભો અને રાહ જૂઓની નીતિ અખત્યાર કરી રહ્યા હોઇ, બે ચાર દિવસ બાદ ફરી રાબેતા મુજબ કામગીરી શરૂ થશે તેવું લાગી રહ્યું છે.
આજના તા. 01/11/2022 ને મંગળવાર જામનગર, ભાવનગર, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3400થી 4390 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1540થી 2200 સુધીનો બોલાયો હતો.
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1390 | 1770 |
બાજરો | 384 | 444 |
ઘઉં | 471 | 540 |
મગ | 800 | 1340 |
અડદ | 1000 | 1520 |
ચોળી | 580 | 1280 |
ચણા | 825 | 930 |
મગફળી જીણી | 1100 | 1930 |
મગફળી જાડી | 1000 | 1200 |
તલ | 2300 | 2585 |
રાયડો | 950 | 1195 |
લસણ | 80 | 426 |
જીરૂ | 3400 | 4390 |
અજમો | 1540 | 2200 |
ધાણા | 1800 | 2010 |
ડુંગળી | 75 | 470 |
સોયાબીન | 970 | 1013 |
વટાણા | 640 | 800 |
કલોંજી | - | - |
ભાવનગર માર્કેટ યાર્ડ (Bhavnagar Market Yard):
ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, ભાવનગર માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2252થી 2771 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2285થી 2297 સુધીનો બોલાયો હતો.
આજના ભાવનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bhavnagar APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 1703 |
મગફળી નવી | 1045 | 1817 |
મગફળી જાડી | 1200 | 1281 |
તલ | 2252 | 2771 |
તલ કાળા | 2285 | 2297 |
ઘઉં | 460 | 460 |
બાજરો | 400 | 478 |
ચણા | 700 | 825 |
સોયાબીન | 97 | 982 |
લીંબુ | 300 | 460 |
મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):
મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2310થી 2552 સુધીનો બોલાયો હતો.
આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1580 | 1652 |
શીંગ મગડી | 1136 | 1401 |
શીંગ નં.૩૯ | 950 | 1338 |
શીંગ નં.૫ | 1081 | 1185 |
મગફળી જાડી | 975 | 1351 |
જુવાર | 520 | 520 |
બાજરો | 385 | 507 |
ઘઉં | 427 | 601 |
મકાઈ | 351 | 515 |
અડદ | 1346 | 1651 |
મગ | 1100 | 1100 |
સોયાબીન | 835 | 1000 |
ચણા | 690 | 825 |
તલ | 2310 | 2552 |
ડુંગળી | 92 | 504 |
ડુંગળી સફેદ | 80 | 427 |
નાળિયેર (100 નંગ) | 351 | 1845 |
રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3600થી 4411 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ.1680થી 1755 સુધીનો બોલાયો હતો.
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1680 | 1755 |
ઘઉં લોકવન | 495 | 521 |
ઘઉં ટુકડા | 497 | 540 |
જુવાર સફેદ | 525 | 765 |
જુવાર પીળી | 425 | 511 |
બાજરી | 285 | 395 |
તુવેર | 1050 | 1540 |
ચણા પીળા | 1500 | 2450 |
ચણા સફેદ | 1500 | 2450 |
અડદ | 1200 | 1570 |
મગ | 1050 | 1557 |
વાલ દેશી | 1750 | 2061 |
વાલ પાપડી | 1850 | 2140 |
ચોળી | 1000 | 1300 |
વટાણા | 450 | 700 |
કળથી | 785 | 1191 |
સીંગદાણા | 1640 | 1710 |
મગફળી જાડી | 1070 | 1295 |
મગફળી જીણી | 1030 | 1245 |
તલી | 2220 | 2550 |
સુરજમુખી | 890 | 1205 |
એરંડા | 1336 | 1393 |
અજમો | 1750 | 1885 |
સુવા | 1190 | 1485 |
સોયાબીન | 950 | 1030 |
સીંગફાડા | 1175 | 1634 |
કાળા તલ | 2000 | 2622 |
લસણ | 115 | 341 |
ધાણા | 1806 | 2184 |
વરીયાળી | 1700 | 2400 |
જીરૂ | 3600 | 4431 |
રાય | 1000 | 1188 |
મેથી | 950 | 1150 |
રાયડો | 980 | 1180 |
રજકાનું બી | 3475 | 4125 |
ગુવારનું બી | 850 | 875 |