માર્કેટ યાર્ડમાં કપાસની મબલખ આવકો: ઊંચો ભાવ 1895 રૂપિયા, જાણો ગુજરાતની વિવિધ બજારના ભાવ

માર્કેટ યાર્ડમાં કપાસની મબલખ આવકો: ઊંચો ભાવ 1895 રૂપિયા, જાણો ગુજરાતની વિવિધ બજારના ભાવ

સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવક ગત સપ્તાહની સાપેક્ષમાં 44,500 મણ વધી 2.01 લાખ મણ થઇ ગઇ હતી. ગત સપ્તાહે કપાસના ભાવમાં મહદ્અંશે સતત તેજી રૂપી માહોલ જોવાયા બાદ તેમજ કપાસના ભાવે રૂ.1880 સુધીની ઊંચી સપાટી સર કરી લેતા આ સપ્તાહે ખુલતી બજારે જ યાર્ડોમાં કપાસની ધૂમ આવકો થવા લાગી હતી. જાણે ખેડૂતોની પક્કડમાં રહેલો ગામડાંઓનો કપાસ છૂટવા લાગ્યો હોય તેવી સ્થિતિ દેખાવા લાગી હતી.

આ પણ વાંચો: આવનાર સમયમાં શું મગફળીના ભાવ વધશે ? કે ઘટશે ? જાણો શું છે મગફળીનું ચિત્ર ?

જીનર્સોને પણ કપાસની ખરીદી માટે વધુ પ્રમાણમાં વિકલ્પ મળ્યા હતા, પરંતુ બન્યું એવું હતું કે, આંતરરાષ્ટ્રીય વાયદાઓ સહિતની અસરોએ કપાસિયા ઢીલા પડતા તેની અસરે કપાસમાં લેવાલીનો ઉત્સાહ ઓસરાયો હતો અને એક તબક્કે કપાસમાં સપ્તાહના પહેલા દિવસે જ મણે રૂ.15-20ની નરમાઇ જોવા મળી હતી. સારા કપાસમાં જીનપહોંચ રૂ.1800 સુધીના ભાવ બોલાતા હતા.

આ પણ વાંચો: સર્વે: કપાસના ભાવમાં હવે તેજી જોવા મળશે ? સાપ્તાહિક કેટલી આવકો ? શું હશે કપાસનું ચિત્ર ?

આજે ટોચના યાર્ડોમાં કપાસની આવક વધી 2,01,800 (+44,500) મણ થઇ ગઇ હતી. રાજકોટમાં 18000 (+1000), બોટાદમાં 52,000 (+22,000), હળવદમાં 25,000 (+1000), અમરેલીમાં 8,000 (+2,000), સાવરકુંડલામાં 5,500 (+500), જસદણમાં 15,000 (+3000), ગોંડલમાં 15,000 (+4,000), બાબરામાં 15,000 (+6000), વાંકાનેરમાં 10,000 (-2000), મોરબીમાં 7,000, મહુવામાં 
1,000, તળાજામાં 3,000, ગઢડામાં 6,000 (-1,000), રાજુલામાં 5,000 (+1,500), ઉનામાં 1,800 (+500), વિજાપુરમાં 7,500 અને વીંછિયામાં 7,000 (+3,000)ની આવક નોંધાઇ હતી.

તા. 07/11/2022 સોમવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ17801851
અમરેલી10001825
સાવરકુંડલા17301815
જસદણ17001775
બોટાદ16001871
મહુવા16721755
ગોંડલ17311816
કાલાવડ17001824
જામજોધપુર16501816
ભાવનગર14851798
જામનગર14551840
બાબરા17101820
જેતપુર15001820
વાંકાનેર16001845
મોરબી16501788
રાજુલા17001801
હળવદ17011800
વિસાવદર16851801
તળાજા16501790
બગસરા17551825
જુનાગઢ16501754
ઉપલેટા16501795
માણાવદર17401895
ધોરાજી16311801
વિછીયા16501750
ભેંસાણ17001825
ધારી16751775
લાલપુર17391892
ખંભાળિયા17001791
ધ્રોલ16501791
દશાડાપાટડી17611780
પાલીતાણા16001780
હારીજ17201811
ધનસૂરા16001755
વિસનગર15501808
વિજાપુર17001811
કુકરવાડા17001771
ગોજારીયા17101770
હિંમતનગર16011831
માણસા16501790
કડી17001821
પાટણ17101786
થરા17001831
તલોદ16151755
સિધ્ધપુર16711806
ડોળાસા15501840
ટિંટોઇ15011650
દીયોદર16501750
બેચરાજી17201765
ગઢડા16701794
ઢસા16711789
કપડવંજ15501600
ધંધુકા15851841
વીરમગામ16801789
જાદર14651800
ચાણસ્મા17351772
ભીલડી16601680
ખેડબ્રહ્મા17251775
ઉનાવા17511801
શિહોરી16851765
લાખાણી16801793
ઇકબાલગઢ14931710
સતલાસણા15501652
ડીસા15481550
આંબલિયાસણ15511770