સર્વે: કપાસના ભાવમાં હવે તેજી જોવા મળશે ? સાપ્તાહિક કેટલી આવકો ? શું હશે કપાસનું ચિત્ર ?

સર્વે: કપાસના ભાવમાં હવે તેજી જોવા મળશે ? સાપ્તાહિક કેટલી આવકો ? શું હશે કપાસનું ચિત્ર ?

ખેતરમાં ખેડૂતોના પાક લહેરાવા લાગે ત્યારે મોટું પાક થયો છે તેવો પ્રચાર વર્ષોથી થતો આવ્યો છે. ખેડૂતો આવા પ્રચારથી ગભરાઇને માર્કેટયાર્ડામાં વેચવા દોડે છે અને માર્કેટયાર્ડોમા ઢગલા થવા લાગે તેમ ભાવ વધુ ઝડપથી તૂટે છે. આવું વર્ષોથી ચાલ્યું આવે છે પણ સરકાર ખેડૂતોને ભાવનું રક્ષણ મળે તે માટે કઈ જ કરતી નથી.

આ પણ વાંચો: આ સરકારી યોજનામાં ખેડૂતોને મળે છે 10,000 રૂપિયા, જાણો કઇ છે આ યોજના

ચૂંટણીઓ આવે ત્યારે ખેડૂતોને  મામા બનાવવા ખેડૂતોની આવક ડબલ થઇ જશે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ત્રણ વર્ષથી છાશવારે ૨૦૨૨માં ખેડૂતોની આવક ' બમણી થશે તેવું વારંવાર કહેતા આવ્યા છે પણ ૨૦૨૨ આવી ગઇ, ખેડૂતોની આવક બમણી થવાની વાત જવા દો, ખેડૂતોનો ખર્ચા બમણા થઇ ગયા છે.

કપાસની વાત કરીએ તો આજે સપ્તાહના આખરીદિવસે માર્કેટિંગ યાર્ડોમાં કપાસની1,57,300 મણની આવક નોંધાઇ હતી. આજે કપાસમાં મણે વધુ રૂ.25ની તેજી જોવા મળી હતી. અગ્રણી બ્રોકરો કહેછેકે, હાલ સીઝન પીક પર છેતેમ છતાં યાર્ડોમાં જોઇએ તેવી આવકો થતી નથી. ગામડેથી છૂટથી કપાસ નીકળવો જોઇએ તે ગતિએ નીકળી નથી રહ્યો. ભલે મહારાષ્ટ્ર, એમ.પી. અને કર્ણાટક સહિતના રાજ્યોમાંથી પરપ્રાંતના કપાસની ધૂમ આવકો હજુ શરૂ નથી થઇ પરંતુ ખેડૂતો પાસેજેકપાસ છેતે કપાસ પણ હોંબેશ પ્રમાણમાં નીકળી નથી રહ્યો.

આ પણ વાંચો: RBIની સ્પેશિયલ MPC મીટિંગ, 3 નવેમ્બરની આ બેઠકમાં મોંઘવારી પર પડ્યો ફટકો!

રાજકોટ, બોટાદ, બાબરા સહિતના યાર્ડોમાં સારા કપાસના સોદા રૂ.1850 ઉપરના ભાવે થયા હતા. આ આખા અઠવાડિયાની વાત કરીએ તો સોમવારે 97,000, મંગળવારે 1.47 લાખ, બુધવારે 1.43 લાખ, ગુરૂવારે1.53 લાખ, શુક્રવારે1.64 લાખ મણની આવકો નોંધાયા બાદ શનિવારે સપ્તાહના આખરી દિવસે 1.57 લાખ મણની આવક નોંધાઇ હતી. એક અઠવાડિયામાં 8.61 લાખ મણની આવકો નોંધાઇ હતી. ખેડૂતોની હજુકપાસ પર પક્કડ રહેલી હોય તે રીતે છૂટથી આવકો થતી નથી. કપાસના ભાવ દિવાળી બાદ જે ઘટવાના શરૂ થયા હતા તેફરી ઉંચાઇ તરફ આગળ વધવા લાગ્યા હોઇ, આગામી સપ્તાહેગામડાંઓમાંથી ધૂમ કપાસ નીકળશે તેવું જાણકારોને લાગી રહ્યું છે.