મગફળીની બજારોમાં હવે નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ ખેડૂતોને પોસાય એટલા ભાવ માર્કેટ યાર્ડમાં નથી મળતા. એની સામે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. પરંતુ ચાલુ બજારોમાં ભાવ સારા મળતા હોવાથી ખેડૂતો ટકાના ભાવે મગફળી નથી વેંચી રહ્યા. જો કે આગામી સમયમાં આવકો પણ ઓછી થવાની છે. ખેડૂતો મગફળીની કાઢીને ડુંગળીના તેમજ અન્ય પાકો માટે પડું ખાલી કરી રહ્યા છે. અને ઊંચા ભાવે મગફળી વેંચાઈ તેની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: સર્વે: કપાસના ભાવમાં હવે તેજી જોવા મળશે ? સાપ્તાહિક કેટલી આવકો ? શું હશે કપાસનું ચિત્ર ?
મગફળીની બજારમાં આવકો થોડા દિવસો પહેલા સારી થઈ હતી, પંરતુ ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ હતો. વેપારીઓ કહે છે કેમગફળીની આવકો હવે વધવાની સંભાવનાં નથી અને તબક્કાવાર આવકોમાં ઘટાડો જોવા મળશે. ગોંડલમાં ૧.૭૫ લાખ બોરી અને ડીસામાં૭૦ હજાર બોરીની આવક થઈ હતી, જેમાં પણ હવે ઘટાડો થવાની સંભાવનાં છે.
આ પણ વાંચો: પાકતી મુદત પૂરી થયા પછી પણ ચાલુ રહેશે પોસ્ટ ઓફિસ RD, પરંતુ સ્વીકારવી પડશે આ શરતો!
મગફળીનાં વેપારીઓ કહે છે કે મગફળીની વેચવાલી ઓછી છે અને ખેડૂતો પણ નીચા ભાવથી વેચાણ કરવા માટે તૈયાર નથી. સરકારી ખરીદીમા આ વર્ષે ખાસ રસ નથી. ચૂંટણીનું વર્ષ છે, પંરતુ સરકારને આ વર્ષે તેનો કોઈ ફાયદો મળી શેક તેમ નથી કારણ કે ખુલ્લા બજારમાં જ મગફળીના ભાવ ઊંચા ક્વોટ થી રહ્યા છે.