રાજ્યમાં 17,18 તારીખ સુધી વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, ક્યાં જિલ્લાઓમાં વાવણી ?

રાજ્યમાં 17,18 તારીખ સુધી વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, ક્યાં જિલ્લાઓમાં વાવણી ?

 રાજ્યમા આગામી 5 દિવસમાં ભારે થી હળવા વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમા હવામાન વિભાગે આગામી પાંચ દિવસ નવા વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં આગામી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 17 અને 18 તારીખમાં સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે.

જો કે કેટલાંક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. રાજયના અન્ય વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં ઘટાડો થશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈ સ્થળે વરસાદી ઝાપટા વરસી શકે છે. ભારે વરસાદની શક્યતા હાલ કોઈ દેખાય રહી નથી.

વરસાદનો નવો રાઉન્ડ ક્યારે: આવતા અઠવાડિયે સમગ્ર ગુજરાતમાં વરસાદનાં સારા સંજોગો બનશે તેમજ વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. જૂન મહિનાના અંત સુધીમાં સારો અને લાંબો વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી પણ શક્યતા છે. 30 જૂન સુધીમાં રાજ્યમાં વાવણી લાયક વરસાદ લગભગ થઈ શકે છે.