Gujarat Weather: હાલમાં ગુજરાતના હવામાનની વાત કરીએ તો રાજ્યના અનેક શહેરોના મહત્તમ તાપમાન લગભગ 35 ડિગ્રી સુધી પહોંચી રહ્યા છે. એમાં પણ હોળી સુધીમાં તાપમાનનો પારો વધુ 4 થી 5 ડિગ્રી ઉંચકાઈ શકે એવી આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો હાલ 34 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહે છે. જો કે હવે એક નવી આગાહી સામે આવી છે જે દરેક ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય બની શકે છે.
આગાહીકારે નવી આગાહીમાં વાત કરી કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 20 માર્ચ સુધી ફરી એકવાર હવામાન પલટાશે. 17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાવાની પણ શક્યતા છે. જો કે આ સમયે મહત્તમ તાપમાના 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ પણ આવી શકે છે. એટલુ જ નહિ, હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે.
હોળીના દિવસોની આગાહી કરતાં વાત કરવામાં આવી કે આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને સાથે સાથે પવન પણ ફૂંકાવાની શક્યતા છે. આ સમયે બંગાળાના ઉપસગારમાં હાલચલ રહેવાની શક્યતા છે. અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળવાયુ જણાશે. જો કે આજથી આગામી બે થી ત્રણ દિવસ સુધીની વાત કરીએ તો આ પારો 37 ડિગ્રી સુધી જઈ શકે છે. જ્યારે હોળી આસપાસ 40 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે.
આ સિવાય દેશની વાત કરીએ તો હાલ જમ્મુ-કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ કારણે હવામાન પ્રવૃત્તિઓ પર્વતો સુધી મર્યાદિત છે. બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 12 માર્ચની આસપાસ સક્રિય થઈ રહી છે. આ બે સિસ્ટમ ઓવરલેપ થઈ રહી છે.