હવામાન વિભાગે આગાહી કરીને દઝાડી લીધા, ગુજરાતમાં આજે રૂવાડાં બાળી નાખે એવી ગરમી પડશે!!

હવામાન વિભાગે આગાહી કરીને દઝાડી લીધા, ગુજરાતમાં આજે રૂવાડાં બાળી નાખે એવી ગરમી પડશે!!

Gujarat News: હવામાન વિભાગે માહિતી આપતા વાત કરી છે કે વડોદરામાં 43.6, અમદાવાદમાં 42.2 ડીગ્રી, કંડલામાં 42.2, સુરતમાં 42.1, વલ્લભ વિદ્યાનગરમાં 41.5, ડીસામાં 40.7, ગાંધીનગરમાં 40.4, ભુજમાં 41.6, નડિયાદમાં 39.6 અને મહત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારે ગઈ કાલે લોકો ખરેખર ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતા

હાલમાં જોવા જઈએ તો ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ બાદ બુધવારે તાપમાનનો પારો વધારે ઉંચે ગયો અને બેફામ બફારો થઇ રહ્યો હતો. ગુજરાતના અમરેલીમાં 44 ડીગ્રી તાપમાન નોંધાયું હતુ. આ સાથે અમરેલી દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા અને રાજ્યમાં ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમી વધી છે. આ સાથે આકાશમાંથી વાદળોનું પ્રમાણ પણ ઘટ્યુ હોવાને કારણે તાપ સીધો આવી રહ્યો છે. ત્યારે બુધવારે રાજ્યનાં 14 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. ત્યારે આજે પણ ગરમીનો પારો હાઈ જવાનો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન બધી હદ વટાવી દેશે!