નવરાત્રિના પાંચ નોરતાને લઈ હવામાન વિભાગની નવી આગાહી, જાણી લો ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ ખાબકશે!

નવરાત્રિના પાંચ નોરતાને લઈ હવામાન વિભાગની નવી આગાહી, જાણી લો ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ ખાબકશે!

Gujarat Weather: નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે એટલે રાજ્યનું વાતાવરણ કેવું રહેશે અને વરસાદ પડશે કે નહીં? તે અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આ આગાહીમાં 5 નોરતા સુધીની આગાહી સામે આવી છે, તમે પણ જોઈ લો ક્યાં વરસાદ પડશે અને ક્યાં હવામાન સૂકુ રહેશે!

પહેલા નોરતે 15મી ઓક્ટોબરે ઉત્તર ગુજરાતના અવલ્લી, મહીસાગર અને સાબરકાંઠા તો સૌરાષ્ટ્રના બોટાદ અને ભવનાગર જિલ્લાઓમાં પણ હળવા વરસાદની શક્યતા

બીજા નોરતે 16મી તારીખે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદ તો બાકી જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે

પછી તારીખ 17, 18, 19 અને 20મી ઓક્ટોબરે વરસાદની કોઇ આગાહી નથી. રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન એકદમ સૂકુ રહેશે.

ભારતીય હવામાન વિભાગે એ પણ વાત કરી કે તીવ્ર પશ્ચિમી વિક્ષેપને કારણે આગામી બે દિવસમાં દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગે કહ્યું કે આ સિઝનનું પ્રથમ તીવ્ર પશ્ચિમી વિક્ષેપ છે અને તેના કારણે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા થશે.