આજે રાજ્યમાં દિવસ દરમિયન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની વધુ અસર રહેશે. આજે સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને જામનગર આ વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે.દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે વલસાડ, નવસારી, સુરત, ખેડા, છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગની જાણકરી મુજબ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ પાડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
પરંતુ સમગ્ર રાજ્યની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને બાદ કરતા હજી પણ કેટલાક ભાગો વરસાદ વિહોણા છે. ખેડૂતોની વાવણી હજી પણ બાકી છે ત્યારે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.