khissu

હવામાન વિભાગની મોટી આગાહી; ફરી વરસાદ રાઉન્ડ ક્યારે? વાવણી ક્યારે?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં રાજ્યમાં કેટલાંક ભાગોમાં થંડરસ્ટ્રોમ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. 17 જૂન બાદ ફરી વરસાદનો રાઉન્ડ સક્રિય થશે.

રાજ્યમાં કોઈપણ સમયે વરસાદ વરસી શકે છે. તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી ભાવનગર મોરબી સુરેન્દ્રનગર, અને બોટાદ આ તમામ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

કચ્છના અમુક ભાગોમાં હળવો તથા ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાજસ્થાન બોર્ડર પાસે આવેલા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.