khissu

25 થી 31 તારીખ સુધી ગુજરાતમાં ભૂક્કા બોલી જશે, સૂરજ દાદા અગનગોળા વરસાવશે, જાણો નવી આગાહી

Meteorological department: સાપ્તાહિક અપડેટ મુજબ રાજ્યમાં હાલ તાપમાન ભુક્કા કાઢી રહ્યું છે અને જણાવ્યા અનુસાર અમુક સેન્ટરોમાં પારો 45 ડિગ્રીને પણ વટાવી ગયો છે. હવે આગામી સપ્તાહના તાપમાનની વાત કરવામાં આવે તો હાલના વાતાવરણની જેમ જ 27 તારીખ સુધી ભયંકર ગરમીનું મોજું રાજ્યમાં ચાલુ રહેશે.

પવનની ગતિની વાત કરવામાં આવે તો આગાહીના શરૂઆતના દિવસોમાં 15 થી 25 કિમિ સુધીના પવનો જોવા મળશે જ્યારે આગાહીના પાછળના દિવસોમાં પવનની ગતિ 30 થી 40 કિમિ સુધી પહોંચી જશે. જેમાં દરિયાકાંઠે ઝટકાના પવનો 40 કિમિને પણ વટાવી જશે.

હવે આગામી સપ્તાહના તાપમાનની વાત કરવામાં આવે તો હાલના વાતાવરણની જેમ જ 27 તારીખ સુધી ભયંકર ગરમીનું મોજું રાજ્યમાં ચાલુ રહેશે.ત્યારબાદ 28 તારીખ થી ક્રમશ તાપમાનમાં બે થી પાંચ ડિગ્રી સુધનો ઘટાડો જોવા મળશે એટલે કે આગાહીના પાછળના દિવસોમાં ગરમીમાં થોડી રાહત જોવા મળશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

આપણે ગુજરાતમાં પ્રી-મોન્સૂન વરસાદની વાત કરીએ તો આગાહીના પાછળના દિવસોમાં અરબીસમુદ્રનો ભેજ ગુજરાત સુધી લંબાવનને લીધે 27-28 તારીખ થી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર  અને કચ્છના દરિયાકિનારાના છુટા છવાયા વિસ્તારમાં સવારના સમયે હળવા મધ્યમ રેડા ઝાપટા જોવા મળશે બાકી અંદરના વિસ્તારમાં કોઈ મોટા કે સારા પ્રી મોન્સૂન વરસાદની આગાહીના દિવસોમાં શકયતા નથી.

વાદળોની વાત કરવામાં આવે તો ક્યારેક ક્યારેક લો લેવલ તથા મિડ લેવલના વાદળો રાજ્યમાં જોવા મળશે જ્યારે આગાહીના પાછળના દિવસોમાં વાદળોનું પ્રમાણ વધુ જોવા મળશે.