ગુજરાતીઓ સાંભળી લેજો અંબાલાલની આગાહી, ઠંડી અને વરસાદ તમારા ભૂક્કા કાઢી નાખશે!

ગુજરાતીઓ સાંભળી લેજો અંબાલાલની આગાહી, ઠંડી અને વરસાદ તમારા ભૂક્કા કાઢી નાખશે!

ભારતીય હવામાન વિભાગએ શનિવારે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી શીત લહેર ચાલુ રહેશે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બની શકે છે. જેની સંયુક્ત અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાત સુધી વાદળ વાયુ આવે અને ક્યાંક છાંટા પણ પડી શકે છે.

આ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. એટલે કે 16 થી 22 ડિસેમ્બર સુધીના એક સપ્તાહ દરમિયાન વાદળ વાયુ આવતા મહત્તમ તાપમાન વધવાથી ઠંડીમાં ઘટાડો થશે. 

જેમાં સુરત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન ઉચકાઈ શકે છે. આ પશ્ચિમી વિક્ષોપ બાદ 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. જાન્યુઆરીની શરૂઆતમાં પણ કડકડતી ઠંડીને અહેસાસ થશે.  

અંબાલાલે કહ્યું કે આગામી 72 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં ઠંડી વધી શકે છે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. જેથી દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળે અને કેટલીક જગ્યાએ છાંટા પણ પડી શકે છે.

અંબાલાલે કહ્યું કે 16થી 22 ડિસેમ્બર એક સપ્તાહ સુધી વાદળછાયુ વાતારવણ આવતા મહત્તમ તાપમાન ઘટશે અને ઠંડીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. તો 23 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે.

સૌરાષ્ટ્રમાં પણ ઠંડી વધી રહી છે. વિવિધ શહેરોના તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટમાં તાપમાન 13.6 ડિગ્રી પહોંચ્યું છે. તો અમરેલીમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહેસાણામાં તો તાપમાન 11.2 ડિગ્રી પહોંચી જતા લોકો ઠંડીથી ઠુંઠવાયા છે. પંચમહાલમાં પણ તાપમાન 12.2 ડિગ્રી પહોંચ્યું છે. જ્યારે વેરાવળમાં તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું છે.

ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું.