જાણીતા હવામાન નિષ્ણાંત અશોકભાઇ પટેલે આજથી 8 તારીખ સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે અઠવાડિયાનાં આ સમયગાળામાં વરસાદી પરબિળો સારા સાબિત થવાની શક્યતા છે. દરિયા લેવલનો મોન્સુન ટ્રેક દક્ષિણ ગુજરાત થી લઈને કર્ણાટક સુધીનો છે. જે આજથી 8 દિવસમાં કેરળ સુધી લંબાશે.
તેણે જણાવ્યુ હતું કે ગુજરાતના વિસ્તારોમાં 8 તારીખ સુધીમાં વરસાદના બે રાઉન્ડ આવવાની શકયતા છે. અને રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.
આ સિવાય મધ્ય અને પશ્ચીમ અરબી સમુદ્રમાં 3.1 કિમી થી લઈને 5.8 કિમી લેવલનું અપર સાયક્લોનિક સર્કયુલેશન બન્યું છે. જેનો ટ્રેક વાયા ગુજરાત થી રાજસ્થાન સુધી લંબાશે. જેના કારણે રાજ્યનાં વિસ્તારોમાં સારો વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.