આજકાલ ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે. દિવસે ને દિવસે વૈજ્ઞાનિકો નવી નવી શોધ કરી રહ્યા છે. ત્યારે લોકોને સારી સુવિધા મળી રહે છે. એક નવી જ ટેકનોલોજી વિકાસ પામી રહી છે જેમાં હવે તમારા મોબાઈલને ચાર્જ કરવા કોઈપણ કેબલ કે ડોક ની જરૂર નહીં પડે.
આ નવી ટેકનોલોજી શાઓમી MI લઈને આવી રહી છે જેને ચાર્જ ટેકનોલોજી કહેવામાં આવે છે. આ ટેકનોલોજીથી ચાર્જીગ વાયર અથવા ડોક પર ચાર્જ કર્યા વિના નિયત અંતરે મોબાઈલને ચાર્જ કરી શકશો. આ ટેકનોલોજીથી હવામાં મોબાઈલ ચાર્જ થશે.
આ ટેકનોલોજીમાં સ્પેસ પોઝિશનીંગ અને એનર્જી ટ્રાન્સમિશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ૫ તબક્કાના એન્ટનાની મદદથી મોબાઇલ ફોન શોધી કાઢે છે અને મોબાઇલની બેટરી બઇન્ફોર્મિંગના સંપર્કમાં આવતા ઓટોમેટિક ચાર્જ થવા લાગશે.
આ ટેકનોલોજી વિકસાવવા એક ડોક ઘરમાં લગાવવો પડશે. તમને જણાવી દઈએ કે એપલે પણ આઈફોન ૧૨ સાથે વાયરલેસ ચાર્જીગ ની સુવિધા આપી હતી પરંતુ તેમાં આપવામાં આવેલ ડૉકમાં મોબાઈલ મુકવો પડે છે પણ આ નવી ટેકનોલોજીમાં ડોકને ઘરમાં સ્થાપિત કર્યા પછી મોબાઈલને તેની સાથે કોઈ ફિઝિકલ સંપર્ક કરવામાં આવતો નથી આ ડોક ખાસ પ્રકારના સંકેતો મોકલે છે અને મોબાઈલ ફોન સંપર્કમાં આવતા જાતે જ ચાર્જ થવા લાગે છે.