khissu

ચોમાસુ વિદાય લેવાના મૂડમાં, પરંતુ..../જાણો હવામાન વિભાગની આગાહી

મિત્રો, મળતી માહિતી મુજબ દક્ષિણ પશ્ચીમ ચોમાસુ હવે કચ્છમાંથી વીદાય લેવાની તૈયારીમાં છે. પરંતુ આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાંચો: ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? તરત જ પરત મળશે પૈસા, જાણો રીત

હવામાન ખાતાની આગાહી મુજબ 23 અને 24 તારીખમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. ચોમાસાએ હજુ સુધી વિદાય લીધી નથી. તેથી રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે.

જોકે, રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી બાજુ કચ્છમાં ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા જતા જતા કેટલાક વિસ્તારોમાં વરસાદ રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, મળશે બેંક કરતાં પણ વધુ વળતર

કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી.

મિત્રો, આવી જ અગત્યની અને મહત્વની માહિતી જાણવા માટે અમારા Khissu ફેસબુક પેજને ફોલો કરો, સાથે જ khissu application ડાઉનલોડ કરી