khissu

કાલથી ભારે વરસાદ, ચોમાસું કઈ તારીખે? નવી આગાહી આવી..

નમસ્કાર મિત્રો, આજે ચોમાસુ કાશ્મીર પહોંચ્યું. જ્યારે ગુજરાતમાં હજી પહોંચ્યું નથી પણ ચિંતા ન કરો કાલે મુંબઈ અને પરમ દિવસે દક્ષિણ ગુજરાત પહોંચી જશે. જ્યારે સૌરાષ્ટ્રમાં 28/29/30 તારીખે પહોંચી શકે છે. જોકે આજથી ભારે વરસાદની શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ.

ચોમાસું પહોંચતા ભારે વરસાદ આગાહી
26 તારીખે ગુજરાતમાં ચોમાસું પહોંચવાની અને જાહેર થવાની શક્યતા છે. ચોમાસાનો વરસાદ અગાઉ થી શરૂ થઈ જશે. સૌરાષ્ટ્રમાં 28 તારીખ આજુબાજુ ચોમાસું જાહેર થાય તેવી શક્યતા છે. જ્યારે 29/30 તારીખથી ભારે વરસાદ પડવાની પણ આગાહી છે.

આજે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ જોવા મળ્યો પરંતુ હજી ચોમાસું જાહેર કરવામાં નથી આવ્યું, કારણકે હજી ચોમાસું મુંબઈ સુધી પહોંચ્યું નથી. મુંબઈમાં 25, 26 તારીખે ચોમાસુ બેસી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જ્યારે 27, 28 માં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે.

આવતી કાલથી ભારે વરસાદ
આવતીકાલથી ગુજરાતનો વરસાદનો મોટો રાઉન્ડ ચાલુ થશે આ રાઉન્ડ 6,7 જુલાઈ સુધી ચાલે તેવી શક્યતાઓ છે. આવતીકાલથી પૂર્વ ગુજરાત થી લઇ અને દક્ષિણ ગુજરાતના દરેક વિસ્તારોમાં સારા વરસાદની શરૂઆત થશે. ધીમે ધીમે છૂટો છવાયો વરસાદ ચાલુ થશે ત્યાર પછી વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. 27 તારીખ પછી દક્ષિણ ગુજરાત અને લાગુ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થતો જશે.