આગોતરું ભારે વરસાદનું અનુમાન વર્ષોથી આગાહી કરનાર વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા...

આગોતરું ભારે વરસાદનું અનુમાન વર્ષોથી આગાહી કરનાર વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા...

ગઈકાલે ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ પૂર્વ ભારતના ઘણા બધા વિસ્તારોમાં ચોમાસાની આગળ વધારવામાં આવ્યું છે. જોકે અરબી સમુદ્ર લાગુ પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસુ છે હજી આગળ વધ્યું નથી. પરંતુ હાલમાં વેધર મોડલ મુજબ ચોમાસાની ગાડી બે દિવસમાં મુંબઈ અને ત્રણ-ચાર દિવસમાં દક્ષિણ ગુજરાતમાં (વલસાડ, નવસારી સુરત લાગુ વિસ્તારમાં) પહોંચી જશે તેવું અનુમાન છે. જ્યારે જુન મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી જશે તેવી  પ્રબળ શક્યતાઓ છે.

અશોક પટેલે શું આગાહી કરી છે?
1) અશોક પટેલે આગાહી કરતા કહ્યું છે કે 23થી લઈને 27જૂન વચ્ચે વરસાદની પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.

2) પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો કરતા દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદી ઝાપટા પડશે.

3) અશોક પટેલે ચોમાસાનું આગોતરું હનુમાન જણાવતા કહ્યું હતું કે 28 થી 4 જુલાઈ વચ્ચે ગુજરાતના ઘણા બધા ભાગોમાં ચોમાસું પહોંચી જવાની અને તે ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
4) 28 થી 4 જુલાઈ વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે અને વરસાદનો મોટો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે.