M.S. ધોનીનો આલિશાન બંગલો અને અદ્ભૂત ફાર્મ હાઉસ જોઈને આંખો અંજાઈ જશે, એકથી એક હટકે તસવીરો આવી સામે

M.S. ધોનીનો આલિશાન બંગલો અને અદ્ભૂત ફાર્મ હાઉસ જોઈને આંખો અંજાઈ જશે, એકથી એક હટકે તસવીરો આવી સામે

ધોનીનું નામ પડે એટલે નાની નાની વાતમાં પણ લોકો રસ દાખવતા જોવા મળે છે. કારણ કે તેમનું ફેન ફોલોઈંગ અને લોકપ્રિયતા જ એટલી બહોળા પ્રમાણમાં છે. પરંતુ આજે વાત કરવી છે ધોનીના થોડા અંગત જીવન વિશે, તેમની પ્રોપર્ટી વિશે અને તેમના શોખ વિશે. હાલમાં ટી 20 વર્લ્ડ કપ 2021 યુએઈ અને ઓમાનમાં ચાલી રહ્યો છે. ભારતીય ટીમમાં આ વખતે બેવડી તાકાત છે, કારણ કે કેપ્ટન વિરાટ કોહલીની સાથે ટીમને મહેન્દ્ર સિંહ ધોની જેવો મેન્ટર પણ મળ્યો છે.

હાલમાં ધોની તેની ટીમ સાથે યુએઈમાં છે. જો કે, તેની પત્ની અને તેની પુત્રી રાંચી પરત ફર્યા છે. 1 મહિનાથી વધુ સમય સુધી, ઝીવા અને સાક્ષી તેમની સાથે દુબઈમાં હતા, પરંતુ આઈપીએલ 2021 સમાપ્ત થયા પછી તેઓએ તેમની પત્ની અને પુત્રીને ભારત પરત મોકલી દીધા છે. ત્યારે હાલમાં ધોનીની વિરાસતને પત્ની સંભાળી રહી છે. ધોનીનો પરિવાર હાલમાં રાંચીના સિમલિયામાં બનેલા વૈભવી લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં રહી રહ્યો છે. ધોનીનો આ બંગલો લગભગ 7 એકરમાં બનેલો છે. ઘણી વખત તે અહીં તેના પરિવાર સાથે સમય વિતાવે છે.

આ વાતનો ખુલાસો ત્યાંથી થયો કે હાલમાં સાક્ષી ધોનીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર કેટલાક વીડિયો શેર કર્યા છે. જેમાં તે તેના રાંચીના ઘરે જોવા મળી રહી છે અને ત્યાં તેના પાળતુ પ્રાણીઓની સંભાળ રાખી રહી છે. ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરાયેલા આ વીડિયોમાં ધોનીનું વિશાળ ફાર્મહાઉસ લોકોની આંખો આંજી નાખે એવું છે. તો વળી, તેના ઘણા શ્વાન પણ આ મોટા ફાર્મહાઉસમાં મસ્તી કરતા જોવા મળે છે. કૂતરાઓની નજર સાક્ષી પડતા જ બધા કૂતરા દોડતા તુરંત જ સાક્ષી પાસે પહોંચે છે અને સાક્ષી પણ તેને પ્રેમ કરતી જોવા મળે છે.

ધોની અને સાક્ષીને પાળતુ પ્રાણી સાથે ખૂબ જ પ્રેમ છે.
ધોનીના ફાર્મ પર 6 શ્વાન છે. જેમના નામ વિશે વાત કરીએ તો લીહ, ઝોયા, ઝારા, સેમ, ગબ્બર અને લીલી છે. સાક્ષી અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. તેની પુત્રી જીવા પણ તેના પાળતુ પ્રાણીઓ સાથે ઘણો સમય વિતાવે  છે. શ્વાન સિવાય તેની પાસે 2 ઘોડા પણ છે.

ધોનીના આ આલીશાન ઘરનું નામ કૈલાશપતિ છે. વર્ષ 2017માં અક્ષય તૃતીયાના દિવસે તેઓ આ ઘરમાં શિફ્ટ થયા હતો. ધોનીએ તેના ફાર્મ હાઉસમાં પ્રકૃતિ અને હરિયાળી વચ્ચે ઘણી વૈભવી વસ્તુઓ પણ શામેલ કરી છે.

ધોનીના ઘરમાં જીમથી લઈને સ્વિમિંગ પૂલ, પાર્ક અને કેટલીક રમતો માટે ઇન્ડોર સ્ટેડિયમ પણ છે.  ધોનીના ગાડીઓના કલેક્શન માટે એક મોટું ગેરેજ પણ છે. જેની હવે સાક્ષી દેખરેખ રાખી રહી છે

સાક્ષી અને ધોની લગભગ દોઢ મહિના પહેલા તેમની પુત્રી જીવા સાથે રાંચીથી ચેન્નઈ અને પછી દુબઈ ગયા હતા. આવી સ્થિતિમાં, તેના કૂતરા ધોનીના ઘરે કેર ટેકર પાસે હતા. અનેક લોકોની ટીમ તેના ઘરની દેખરેખ કરી રહી હતી.

આ ઉપરાંત, રાંચીના ધુર્વા વિસ્તાર પાસે પણ ધોનીનું મોટું ફાર્મ હાઉસ છે, જ્યાં ગાય ઉછેર, મત્સ્ય ઉછેર, મરઘાં પાલનથી માંડીને શાકભાજી અને ફળોની ખેતી થાય છે. ધોની વિના, જુદી જુદી ટીમો દ્વારા તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

એમએસ ધોની હાલમાં પોતાની ટીમ સાથે દુબઈમાં છે.  જ્યાં, તે ભારતીય ખેલાડીઓને તાલીમ આપી રહ્યો છે.