નમસ્કાર મિત્રો..
જો તમે સોશીયલ મીડિયામાં હશો તો એક વાર તમને ચમકાદર ત્રિકોણીય સ્તંભ ની વાત તો સાંભળી હશે, અથવા તો વાંચી હશે. આવો જ સ્તંભ અમદાવાદ શહેર ના એસ. જી. રોડ પર એક બગીચામાં જોવા મળ્યો હતો. જેને મોનોલીથ ના નામે ઓળખવા આવે છે.
આવો જ એક મોનોલીથ ૨૦૨૦ નવેમ્બર મહિનાથી અલગ અલગ જગ્યા એ જોવા મળી રહ્યો છે. જેનો આકાર ત્રિકોણાકાર પિરામિડ જેવો છે અને ચમકીલો છે.
મોનોલીથ સ્તંભ ગુરુવાર ના રોજ અમદાવાદ માં જોવા મળ્યો હતો.તે એક બગીચામાં લગભગ સાત ફૂટ ઊંચાઈ ધરાવતો ત્રિકોણાકાર પિરામિડ જેવો છે. અને અમદાવાદ ના લોકો માટે આકર્ષણ નુ કેન્દ્ર બન્યો હતો.
આ બગીચા નુ સંચાલન અમદાવાદ ની નગરપાલિકા અને ખાનગી કંપની દ્વારા કરવામાં આવે છે. અને આ મોનોલીથ ખાનગી કંપની દ્વારા મુકવામાં આવ્યો છે એવું સૂત્રો પરથી જાણવા મળ્યું છે. AMC ના ચેરમેન જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે આ મોનોલીથ ની ચળકતી સપાટી એ સામેના વ્યક્તિને પોતાનું પ્રતિબિંબ જોઈ શકશે અને સેલ્ફી પણ લઈ શકશે. જેના લીધે શહેરમાં રહેતા લોકો ફોટોશૂટ માટે ઉમટી પડ્યા હતા.
આવો જ મોનોલીથ યુનાઈટેડ સ્ટેટ્સ ના યુટાહ માં સૌપ્રથમ વાર જોવા મળ્યો હતો. ત્યાર પછી અમેરિકા,બ્રિટન, રોમાનિયા અલગ અલગ ૩૦ જેટલા દેશોમાં આવો મોનોલીથ જોવા મળ્યો છે.