khissu

આવતી કાલથી રોહિણી નક્ષત્ર સાથે નૌતપાનો સંજોગ; જાણો ખાસિયત અને વરસાદ જોગ

આવતી કાલ (25/05/2022, બુધવારથી) રોહિણી નક્ષત્રની શરૂઆત થશે. રોહિણી નક્ષત્રની શરૂઆત 2:55 વાગ્યે શરૂ થશે. 25/05/2022 થી 07/06/2022 તારીખ સુધી સૂર્ય રોહિણી નક્ષત્રમાં રહેશે. છેલ્લે કૃતિકા નક્ષત્ર પૂર્ણ થયું છે.

રોહિણી નક્ષત્રની ખાસિયત અને વરસાદ આગાહી?
રોહિણી નક્ષત્ર ની ખાસિયત એ છે કે જો આમાં વરસાદ પડે તો મીની વાવાઝોડા સાથે, તીવ્ર કડાકા-ભડાકા અને કરા સાથે વરસાદ પડે. બાકી સામાન્ય પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા મળતી હોય છે. જોકે છેલ્લે કૃતિકા નક્ષત્રમાં છાંટા સ્વરૂપે જે વરસાદ ગુજરાતમાં અમુક ભાગોમાં પડ્યો હતો જે આવનાર ચોમાસા માટેનાં સારા સંકેત આપતો વરસાદ હતો.

નક્ષત્રની સાથે નૌતપા ચાલુ
રોહિણી નક્ષત્રની સાથે સાથે આવતીકાલથી નવ દિવસના નૌતપા પણ ચાલુ થશે. નૌતપા વિશે એક કહેવત છે કે નૌતપા જેટલા તપે એટલું ચોમાસુ સારુ થાય.

નૌતપા એટલે નવ દિવસ; આવનાર નવ દિવસ સુધી સારો તડકો પડવો જોઈએ, જે તડકો ચોમાસા માટે સૌથી વધારે ફાયદાકારક ગણવામાં આવે છે. રોહિણી નક્ષત્ર પછી મૃગશીર્ષ નક્ષત્ર ની શરૂઆત થશે.