khissu

ગુજરાતમાં એકસાથે આંધી-વંટોળ સાથે વરસાદ ત્રાટકશે, અંબાલાલની આગાહીથી કરોડો ગુજરાતીઓ ધ્રુજ્યાં

Ambalal Patel Forecast: ચોમાસાના વરસાદની ચાતક નજરે રાહ જોવાતી હોય છે. ચોમાસાના આગમની તારીખ જાહેર થતાં ખેડૂતો ખેતરમાં કામગીરી અને વાવણીની તૈયારી કરવામાં લાગી જાય છે. જોકે, ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલા વાવાઝોડું સક્રિય થતું હોય છે. જેના કારણે ચોમાસાની પેટર્નને ખોરવી નાખતું હોય છે.

ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડવાની અને 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલના કહેવા મુજબ, 26 મે થી 4 જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. જેની ઝડપ 120 કિલોમીટર રહેવાની શક્યતા છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

ભારતના સમુદ્ર કિનારે ચક્રવાતની આગાહી વચ્ચે અંબાલાલ પટેલએ જણાવ્યું છે કે, લોકોને 26મે સુધી ગરમીથી રાહત મળશે નહીં. તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી જશે.  26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડતા સામાન્ય ગરમીમાં ઘટાડો થશે. રોહિણી નક્ષત્રમાં પવનની ગતિની તીવ્રતા વધશે. જે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જ્યાં 100-120 kmની ઝડપે પવન ફંકાશે. 8 જૂન બાદ અરબ સાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા છે. આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિની આગાહી અંબાલાલ પટેલે કરી છે.