રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India- RBI) એ 10 જૂન, 2021 ના રોજ બીજી બેંકના એટીએમ દ્વારા કરવામાં આવતા દરેક નાણાકીય વ્યવહાર પર એટીએમ ઇન્ટરચેંજ ફી (ATM Interchange Fees) 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરી દીધી છે. કોઈપણ બેંક (Bank Customer) ના ગ્રાહકો દ્વારા દર મહિને મળતા ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન (Free ATM Transaction) પુર્ણ થયા પછી ગ્રાહકો પર વસૂલવામાં આવતા ગ્રાહકોની મહત્તમ મર્યાદા પુર્ણ થયા 20 રૂપિયાથી વધારીને 21 રૂપિયા કરવામાં આવી છે. ઇન્ટરચેંજ ફીમાં વધારો 1 જાન્યુઆરી, 2022 થી લાગુ થશે. તમને જણાવી દઈએ કે બેંક ગ્રાહકો દર મહિને એટીએમ થી 5 મફત ટ્રાંઝેક્શન કરી શકે છે.
ઇન્ટરચેંજ ફી શું છે અને તે કેવી રીતે અસરકારક છે?
જો બેંક 'A' નો ગ્રાહક તેના કાર્ડનો ઉપયોગ કરીને બેંક 'B' ના એટીએમમાંથી પૈસા ઉપાડે છે, તો બેંક 'A' બીજી બેંકને ચોક્કસ ફી ચૂકવવી પડે છે. આને એટીએમ ઇન્ટરચેંજ ફી કહેવામાં આવે છે. ઘણા વર્ષોથી, ખાનગી બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરો ઇન્ટરચેંજ ફીમાં રૂ. 15 થી વધારીને 18 રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો, મફત મર્યાદા પુર્ણ થયા પછી અન્ય બેંકના એટીએમમાંથી નાણાં ઉપાડવા પર હવે ગ્રાહકોને મોંઘા પડશે. જૂન 2019 માં ભારતીય બેંકોના એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિની ભલામણોને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
RBI એ ATM ઇન્ટરચેંજ ફીમાં વધારો શા માટે કર્યો?
રિઝર્વ બેંકે કહ્યું છે કે છેલ્લી વખત ઓગસ્ટ 2012 માં એટીએમ ઇન્ટરચેંજ ફી બદલવામાં આવી હતી. તેમજ ગ્રાહકો પર લાગુ શુલ્ક ઓગસ્ટ 2014 માં લાગુ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, સમિતિની ભલામણોની તપાસ કર્યા પછી, ઇન્ટરચેંજ ફી અને ગ્રાહક શુલ્ક વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ કહ્યું કે આ નિર્ણય બેંકો અને એટીએમ ઓપરેટરો પર એટીએમ જમાવટ ખર્ચ અને જાળવણી ખર્ચની સાથે તમામ હિસ્સેદારો અને ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Axis Bank ના ગ્રાહકોને મોટો ઝટકો: 1લી જુલાઈથી બેંકના નવા નિયમો લાગુ, જાણી લો આ નિયમો નહિતર થશે નુકસાન
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય બેંકે નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો બંને માટે ઇન્ટરચેંજ ફીમાં વધારો કર્યો છે. સેન્ટ્રલ બેંકે નાણાંકીય વ્યવહારો માટેની ફી 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરી છે, જે 1 ઓગસ્ટ, 2021 થી લાગુ થશે. આ ફી કેશ રિસાયકલ મશીન દ્વારા કરવામાં આવતી લેવડ-દેવડ પર પણ લાગુ થશે.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.