khissu

સુરતની નફ્ફટ જનેતા લોહીથી લથબથ હાલતમાં દીકરીને ફેંકી રઘુ-ચક્કર થઈ, પછી માતા ન થઈ એનો મહાદેવ થયો

કહેવાય છે ને કે જેના રખોપા ખુદ ઈશ્વર કરે તેને કોઈ કંઈ કરી શકે નહીં. ઈશ્વરે જેને જન્મ આપ્યો છે તેનું મોત માણસના હાથે ન થઈ શકે, એવો જ કિસ્સો હાલમાં સામે આવ્યો છે. દિવાળી જેવા પાવન પર્વની પહેલાં પહેલાં જ લક્ષ્મી સ્વરૂપ દીકરીને જન્મતાની સાથે જ મરવા માટે ફેંકી દેવાનો એક કિસ્સો સામે આવ્યો છે અને સમગ્ર ગુજરાત માટે શર્મસાર જેવી ઘટના બનવા પામી છે. દિવાળીમાં વધારાનો સામાન જેમ કોથળીમાં ભરીને ફેંકી દેવામાં આવે છે તેમ સુરત શહેરમાં એક ક્રૂર જનેતાએ એક નવજાત બાળકીને કોથળીમાં ભરી કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી.

આ કેસમાં જન્મ દેનાર ખુદ માતાએ બાળકીને મરવા છોડી દીધી પરંતુ ઈશ્વરે તેના જીવની રક્ષા કરી અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને બાળકીનો અવાજ સંભળાયો અને તેને સારવાર અર્થે ખસેડી હતી અને હવે બાળકી બચી પણ ગઈ છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ફરી એકવાર એક જનેતા ક્રૂર બની હોવાનો આ કિસ્સો સામે આવ્યો છે. એક નવજાત બાળકીને પ્લાસ્ટિકના ઝબલામાં વીંટી અને કચરાના ઢગલામાં મુકી દેવામાં આવી હતી. જો કે સવારની ઠંડીમાં રડતી બાળકીનો અવાજ ત્યાંથી પસાર થતાં એક વ્યક્તિને સંભળાયો અને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં મહિલા નિષ્ફળ રહી હતી.

બાળકી કઈ રીતે બચી એની વાત કરવામાં આવે તો કચરાના ઢગલા પાસેથી પસાર થતા લોકોને નવજાતના રડવાનો અવાજ સંભળાયો અને તેમણે આસપાસ નજર કરી તો એક થેલી જોવા મળી. આ થેલી ખોલી તો તેમને અંદરથી લોહીથી લથબથ એક બાળકી મળી આવી જે તાજી જન્મેલી હતી. વાત તો ત્યાં સુધી કે બાળકીને હજુ તો બરાબર સાફ પણ કરવામાં આવી ન હતી. એટલે કે જન્મ આપ્યાની સાથે જ જનેતાનો વિચાર નક્કી હતો કે તેને જીવવા નથી દેવી. જો કે રિક્ષા ચાલક, એક મશીન ઓપરેટર અને અન્ય રાહદારીઓએ બાળકીને કપડાથી સાફ કરી અને 108ને તરત જ વાત કરવામાં આવી. ત્વરિત જ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બાળકીને સારવાર અર્થે પણ ખસેડવામાં આવી.

જેણે આવું પૂણ્યનું કામ કર્યું તેણે સમગ્ર ઘટનાને વર્ણવી કે ભેસ્તાન બ્રિજ પરથી પસાર થતો હતો ત્યારે મહાદેવના મંદિરની સામેથી પસાર થતી વખતે તેને બાળકીના રડવાનો અવાજ સંભળાયો. તેણે કચરાના ઢગલાની નજીક જઈ જોયું તો એક કોથળીમાં હલનચલન થતું જોવા મળ્યું. તેણે હિંમત કરી અને કોથળી ખોલી તો તેમાં બાળકી મળી આવી હતી. બાળકી લોહીથી ખરડાયેલી હાલતમાં હતી તેથી તે પણ એકવાર તો ગભરાઈ ગયા હતા. બાળકીને સ્થાનિકોએ 108 મારફતે સિવિલ હોસ્પિચલ ખસેડી અને તેને એનઆઈસીયુમાં સારવાર આપવામાં આવી. ડોક્ટરોના જણાવ્યાનુસાર બાળકીને સમયસર હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવી છે અને તેની હાલત હાલ સ્થિર છે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.