મિત્રો આધારકાર્ડ તો સૌની પાસે હશે જ અને તેનો ઉપયોગ પણ ઉઠાવતા હશો. આજકાલ બધા કામ માટે આધારકાર્ડ જરૂરી હોય છે એમાંય તમારો નંબર લિંક હોય તો તમે તેને ઘણી જગ્યાએ ઉપયોગમાં લઇ શકો છો.
જે મિત્રો ના આધારકાર્ડ માં મોબાઇલ નંબર લિન્ક નથી અથવા તો જૂનો મોબાઈલ નંબર ને બદલવો હોય તો તેના માટે આજે જાણીએ.
મિત્રો તમને જણાવી દઈએ કે તમારે એકવાર તો સેન્ટરે જવું જ પડશે પરંતુ આ સેન્ટર તમારી ઈચ્છા મુજબ નું હશે અને તારીખ અને સમય પણ તમારી ઈચ્છા મુજબની રહેશે. નવાઈની વાત તો એ છેકે આ માટે કોઈ તમારે લાંબી લાઈનમાં નહીં ઉભું રહેવું પડે માત્ર તમે નક્કી કરેલા સમયે જઈ ફટાફટ કામ થઈ જશે.
તો ચાલો જાણી લઈએ આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિન્ક કેવી રીતે કરવો અથવા મોબાઇલ નંબર બદલવો કેવી રીતે ?
૧) સૌ પ્રથમ તમારા મોબાઇલમાં ક્રોમ બ્રાઉસરમાં જઈ www.uidai.gov.in લખી સર્ચ કરો.
૨) હવે તેમાં ઘણા બધા ઓપ્શન હશે તેમાંથી Book an Appointment ઉપર ક્લિક કરો.
૩) ત્યારબાદ બે ઓપ્શન સરખા જોવા મળશે જેમાં Book an Appointment at Registrar run Adhar Seva kendra ધ્યાનથી વાંચી તેની નીચેનો જ Proceed to Book Appointment વાળો ઓપ્શન ક્લિક કરવો.
૪) હવે select resident type માં Indian Resident જ સિલેક્ટ રહેવા દેવું. જો સિલેક્ટ ના હોય તો તે સિલેક્ટ કરી લેવું.
૫) ત્યારબાદ નીચે mobile number ઓપ્શન પર ટિક કરવું અને નીચે તમારો મોબાઈલ નંબર અથવા જો નવો મોબાઇલ નંબર નાંખવો હોય તો તે એન્ટર કરો.
૬) ત્યારબાદ Captcha Code એન્ટર કરી નીચે send OTP ઉપર ક્લિક કરો.
૭) હવે તમે જે મોબાઇલ નંબર નાખ્યો છે તે નંબર ઉપર OTP કોડ આવશે જે એન્ટર કરી Submit OTP & Proceed પર ક્લિક કરો.
૮) હવે તમને બે ઓપ્શન જોવા મળશે New enrollment અને બીજો Update Aadhar જેમાંથી તમારે Update Aadhar ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
૯) ત્યારબાદ માહિતી ભરવાની આવશે જેમાં આધારકાર્ડ મુજબ તમારું નામ અને આધારકાર્ડ નંબર લખવાનો રહેશે.
૧૦) નીચે type માં તો Indian Resident જ ટિક હશે. ત્યારબાદ નીચે જણાવવામાં આવશે કે તમારે શું અપડેટ કરવું છે તેમાં તમારે mobile number ઓપ્શન પર ટિક કરવું અને પછી Proceed પર ક્લિક કરવું.
(મિત્રો Proceed પર ક્લિક કર્યા પછી એક pop up આવશે જેમાં તમારે Ok ઉપર ક્લિક કરવાનું રહેશે.)
૧૧) ત્યારબાદ જે ખુલશે તેમાં Update Mobile Number માં તમારે ફરી નવો મોબાઈલ નંબર નાંખવાનો રહેશે.
( ત્યારબાદ captch code નાંખી send OTP ઉપર ક્લિક કરવાનું રહેશે.)
૧૨) હવે તમે એન્ટર કરેલા મોબાઈલ નંબર ઉપર ફરી એકવાર OTP આવશે જે બોક્સમાં એન્ટર કરી Verify OTP પર ક્લિક કરવું.
( ત્યારબાદ Save & Proceed પર ક્લિક કરવું.)
૧૩) ત્યારબાદ જે બોક્સ આવશે તેમાં ચેકબોક્સ ઉપર કિલક કરવું અને પછી Submit ઉપર ક્લિક કરવું.
તો મિત્રો હવે લીલા અક્ષરમાં Your application has been submitted લખેલું આવશે અને તમારો Appointment Id આપવામાં આવશે જેને લખી લેવો. ત્યારબાદ નીચે Book Appointment ઉપર ક્લિક કરવું.
૧૪) હવે મિત્ર ખાસ ધ્યાન રાખજો તમારે અલગ અલગ રીતે તમારી આસપાસનો સેન્ટર નક્કી કરવાનું રહેશે જેમાં
1.search by center name
2.search by Pincode
3.state, district, post office અને village નાખીને
તેમાં સારામાં સારી રીત ત્રીજા નંબરની કહી શકાય જેમાં તમે state, district, post office અને village નામ નાખવાનું રહેશે અને Get Details ઉપર ક્લિક કરવું.
૧૫) હવે તમને તમારી આસપાસનું સેન્ટરનું નામ દેખાડશે જેમાં તમને નજીક પડતું સેન્ટર પર જઈ Book Appointment પર ક્લિક કરો.
૧૬) ત્યારબાદ તમને તમારે કઈ તારીખે આવવું છે તે તારીખ તમારી પાસે માંગશે જેમાં તમારી ઈચ્છા મુજબ તારીખ ક્લિક કરી લેજો.
( મિત્રો ખાસ યાદ રાખજો જે તારીખ લાલ અક્ષરે હશે તે ખાલી નથી તેથી તમે સિલેક્ટ નઈ કરી શકો જે તારીખ લીલા કલરે હશે તેને તમે સિલેક્ટ કરી શકો છો.)
૧૭) હવે તમે એ તારીખે તમારી અનુકૂળતા વાળો સમય પણ સિલેક્ટ કરી લો અને submit કરી લો.
૧૮) ત્યારબાદ તમને pay details આવશે જેમાં તમારે નીચે Pay at Center પર ટીક કરવું જેથી તમારે ૫૦ રૂપિયા સેન્ટરમાં જઈને ભરવાના રહેશે.
(ત્યારબાદ Confirm પર ક્લિક કરી લો અને જે recipt આવે તેને print કરી લેવી.)
બસ તો મિત્રો હવે તમે જણાવેલ સમયે સિલેક્ટ કરેલા સેન્ટરે પ્રિન્ટ લઈને જવું.
મિત્રો તમે એપોઇન્ટમેન્ટ બુક કરેલી હોવાથી કોઈ લાંબી લાઈન માં ઉભું નહીં રહેવું પડે તમારું કામ ફટાફટ થઈ જશે અને ૪૮ કલાકમાં મોબાઇલ નંબર ચેન્જ થઈ જશે.