ઓહ માય ગોડ: એક કિલો કેરીના ૩ લાખ રુપિયા, જાણો દુનીયાની સૌથી મોંઘી કેરી વિશે !

ઓહ માય ગોડ: એક કિલો કેરીના ૩ લાખ રુપિયા, જાણો દુનીયાની સૌથી મોંઘી કેરી વિશે !

કેરીને ફળોનો રાજા કેહવામાં આવે છે. કેરી ઉનાળામાં ગરમીથી રાહત આપનારું ફળ છે. જેની સીઝન હવે થોડા સમયમાં પૂરા જોશમાં શરૂ થશે. સૌથી વધુ કેરી ભારતમાં જ ખાવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી કેરી કંઈ છે ? અને તેની કિંમત કેટલી હોય શકે ? અને ક્યાં તેની ખેતી થાય છે ? તો આજે તમને જણાવશું કે દુનિયાની સૌથી મોંઘી કંઈ છે અને ક્યાં થાય છે.

જાપાનમાં આવેલ તાઈઓનો તામાગો (એન ઓફ ધ સન)  કેરીની એક જાત છે. જેને જાપાનમાં આવેલા મિયાજાકી પ્રાંતમાં ઉગાડવામાં આવે છે અને પૂરા જાપાનમાં વેંચાય છે. ત્યાં દર વર્ષે સૌથી પહેલા ઉગાડવામાં આવતી કેરીની હરરાજી કરવામાં આવે છે જેમાં કેરીનો ભાવ આકાશે પહોંચી જાય છે. આ કેરીની ખાસિયત એ છે કે તે અડધી લાલ અને અડધી પીળી હોય છે.

2017 ની અંદર આ કેરીની હરરાજી કરવામાં આવી હતી જે 3600 ડોલરમાં વેંચાય હતી. એટલે કે લગભગ બે લાખ 72 હજારમાં વેંચાય હતી. એક કેરીનું વજન 350 ગ્રામ હતું. તો હવે તમે વિચારતા હશો કે 700 ગ્રામ વજન ધરાવતી કેરીના જો અઢી લાખથી વધુ રૂપિયા થાય તો એક કિલોના કેટલા 3 લાખ ? જી હા મિત્રો જો તમારે એક કિલો કેરી લેવી છે તો તમારે 3 લાખ રૂપિયા ચૂકવવા પડશે. વિચારો આટલી કિંમતમાં તો કેટલું સોનું આવી શકે ? હાલ 10 ગ્રામ સોનાનો ભાવ 45 હજાર રૂપિયા છે. તો 3 લાખમાં કેટલું સોનું આવી જાય ?

હવે તમે વિચાર કરશો કે કેરીની આટલી બધી કિંમત શા માટે ? 

તો આ કેરીની ખેતી વખતે કેરીનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. દરેક કેરીને એક નાની જાળમાં રાખવામાં આવે છે. જે એક સમાન ગુલાબી રંગ કેરીને આપે છે અને વૃક્ષની જમીન પર નથી પાડવા દેતી. જ્યારે તે પાકી જાય ત્યારે તેને જાળી સાથે જ ઉતારવામાં આવે છે. અમે આ કેરી ખૂબ જ સ્વાદિષ્ટ અને રસદાર હોય છે.