છેલ્લે પડેલા કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકને અસર થયેલ હતી. આથી આ વર્ષે ડુંગળીની નવી આવક એક મહિનો મોડી થયેલ છે. દર વર્ષે માર્ચ મહિનામાં નાસિકની ડુંગળીનું આગમન થઈ જાય છે. પરંતુ હવે કમોસમી વરસાદના કારણે નાસીકની આવક આવતા મહીનેથી શરૂ થશે
ડુંગળીનાં ભાવમાં ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે. મહુવામાં સરેરાશ ડુંગળીનાં ભાવ ઘટીને રૂ.૪૦૦ની અંદર આવી ગયા છે, જોકે હજી બીજા યાર્ડોની તુલનાએ ભાવ નીચા ક્વોટ થઈ રહ્યાં છે. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં મણે ઓછામાં ઓછો રૂ.૫૦નો ઘટાડો
થાય તેવી પૂરી સંભાવનાં રહેલી છે. મહુવામાં લાલ ડુંગળીનાં ૪૩ હજાર થેલાનાં વેપાર સામે ભાવ રૂ.૮૦થી ૩૮૭નાં હતાં. જયારે સફેદ ડુંગળીની ૭૦ હજાર થેલાનાં વેપાર સામે ભાવ રૂ.૧૨૦થી ૨૭૩નાં ભાવ જોવા મળ્યાંહતાં. સફેદ ડુંગળીની આવકો આગામી
સપ્તાહથી હજી વધે તેવી ધારણાં છે.
આ પણ વાંચો: BOBના ગ્રાહકો માટે ખુશખબરી: બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને આપી ભેટ
ગોંડલમાં લાલ ડુંગળીની ૨૮ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૫૧થી ૨૯૧નાં હતાં. જ્યારે સફેદ ડુંગળીનાં ૧૨ હજાર થેલાનાં વેપાર સામે ભાવ રૂ.૧૦૬થી ૧૮૬નાં ભાવ હતાં.રાજકોટમાં ડુંગળીનાં ભાવ રૂ.૪૫થી ૨૫૦નાં ભાવ હતાં.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થયેલ છે. છેલ્લા બે સપ્તાહથી ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લે રવિવારે 50-60 હજાર નંગની આવક થયેલ હતી. જેનો નિકાલ થઈ ગયો છે, હવે આવતા રવિવારે ફરી ડુંગળીની આવકમાં વધારો થાય તેવું યાર્ડના વેપારીઓનુ કહેવુ છે.
આ પણ વાંચો: રેશનકાર્ડ ધારકોને ભેટ, મોદીજી ગુજરાત, ખેડૂત ભાવ સર્વે, રશિયા-યુક્રેન યુદ્ધ અંત? વગેરે...
વેપારીઓ કહે છેકે નબળી ડુંગળીનાં ભાવ મણનાં રૂ.૫૦ આસપાસ ચાલી રહ્યાંછે જેમાં પણ મણે રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થઈ શેક છે. ડુંગળી ગમે ત્યારે બે રૂપિયે કિલો વેચાણ થાય તેવી પણ સંભાવનાં રહેલી છે.
હાલ આપણી ડુંગળીની આવક સૌરાષ્ટ્રની આજુબાજુના ગામડાઓમાંથી થઈ રહી છે અને યુપી, બિહાર, હરિયાણા, દિલ્હી સહિતના રાજયમાં જાય છે. યાર્ડના વેપારીઓનું કહેવુ છે. આવક વધતા ભાવ ઘટયા છે. આગામી સમયમાં હજુ ભાવમાં ઘટાડો નોંધાશે.
શુક્રવારના લાલ ડુંગળીનાં ભાવ:-
માર્કેટ યાર્ડ | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 45 | 250 |
મહુવા | 80 | 387 |
ભાવનગર | 130 | 360 |
ગોંડલ | 51 | 281 |
વિસાવદર | 50 | 186 |
જસદણ | 230 | 231 |
તળાજા | 61 | 283 |
ધોરાજી | 40 | 266 |
અમરેલી | 200 | 330 |
મોરબી | 10 | 400 |
અમદાવાદ | 140 | 320 |
દાહોદ | 60 | 361 |
વડોદરા | 100 | 460 |
શુક્રવારના સફેદ ડુંગળીનાં ભાવ:-
માર્કેટ યાર્ડ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ભાવનગર | 141 | 175 |
મહુવા | 120 | 273 |
ગોંડલ | 106 | 166 |
તળાજા | 100 | 181 |
આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે માટે શેર કરો અને આવી વધારે માહિતી માટે khissu ની એપ ડાઉનલોડ કરો સાથે સાથે FACEBOOK પેજને FOLLOW કરો.