ગુજરાત રાજ્યમા આ વખતે ગરીબની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવમા ઘટાડો થતા ખેડૂતોમા નારાજગી જોવા મળી છે. ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં. જ્યાં બીજી બાજુ ડુંગળીના ભાવ ગગડતા સામાન્ય લોકોને ફાયદો થયો છે. ખેડૂતો મોંઘાભાવના બિયારણોની ખરીદી કરીને ડુંગળીનું વાવેતર કર્યું હતું.
આ પણ વાંચો: ખેડૂતની કાજુ ગણાતી મગફળીના ભાવમાં વધારો, જાણો આજનાં (04/01/2023) બજાર ભાવ
પાકના જતન માટે ખેડૂતો બિયારણ ઉપરાંત તેમા છાંટવામા આવતી જંતુનાશક દવાઓ અને અન્ય જરુરીયાત વસ્તુઓનો મોંઘો ખર્ચો કરવામા આવે છે. પરંતુ ખેડૂતોને તેનું પણ વળતર મળતું નથી. કિસાનોને ડુંગળીનું વાવેતર મેળવવા માટે એક વીઘે અંદાજિત ૧૫થી ૧૮ હજાર રૂપિયા સુધી ખર્ચ કરવામા આવે છે. ડુંગળી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં વેચાવા આવી ત્યા સુધી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા હતા પરંતુ અન્ય રાજ્યની ડુંગળીની આવક થતાં જ, ડુંગળીના ભાવ ગગડી ગયા છે. ખેડૂતો માર્કેટિંગ યાર્ડમા મોંધા ભાડા ચુકવી ડુંગળી વેચવા મુક્યો ત્યાં ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોમા નારાજગી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: કપાસનાં ભાવ ઊંચક્યા: 1700 ને પર કપાસના ભાવ, જાણો આજનાં કપાસના બજાર ભાવ
આજથી થોડા દિવસ પહેલા જગતના તાતને કસ્તુરીના યોગ્ય ભાવ મળતા હતા, પરંતુ હાલ તેના નફામાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, એક તો ખાતરના ભાવ મોંઘા થઇ રહ્યાં છે તેમાં કેવી રીતે ઘર ચલાવવું તેવા સવાલ જગતના તાત ઉઠાવી રહ્યાં છે. કિસાન મોચરના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ કહ્યું કે, ખેડૂતોને વળતર નથી મળી રહ્યું. હાલ, જે સ્થિતિ છે તે હજુ પણ યથાવત રહેવાની છે, કેમ કે બહારના રાજ્યની આવક થતા ડુંગળી ભરપૂર આવી રહી છે. ત્યારે ખેડૂતો સરકારે પાસે ડુંગળીની નિકાસના નિયમો હળવા કરવાની અને ટેકાનો ભાવે ખરીદીની માગ કરી રહ્યાં છે.
ડુંગળી લાલના બજાર ભાવ (03/01/2023)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 70 | 275 |
મહુવા | 80 | 324 |
ભાવનગર | 100 | 327 |
ગોંડલ | 71 | 301 |
જેતપુર | 106 | 276 |
વિસાવદર | 43 | 191 |
તળાજા | 151 | 317 |
ધોરાજી | 81 | 286 |
અમરેલી | 100 | 280 |
મોરબી | 100 | 300 |
પાલીતાણા | 210 | 261 |
અમદાવાદ | 150 | 360 |
દાહોદ | 200 | 400 |
વડોદરા | 100 | 440 |
ડુંગળી સફેદના બજાર ભાવ (03/01/2023)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
ભાવનગર | 152 | 249 |
મહુવા | 151 | 300 |
ગોંડલ | 111 | 226 |