ડુંગળીની બજારમાં શુક્રવારે ગોંડલ અને મહુવા યાર્ડમાં આવકો ઘટી હોવાથી ભાવમાં સરેરાશ સ્થિરતા જોવા મળી હતી. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેચવાલી ફરી વધે તેવી ધારણાં છે. નવી ચોમાસું ડુંગળી હવે ખેડૂતોએ તૈયાર કરીને રાખી છે અને ભાવની ચાલ જોઈને ખેડૂતો હવે બજારમાં લાવી રહ્યાં છે.
આ પણ વાંચો: મગફળીના ભાવમાં જોરદાર વધારો: જાણો આજનાં મગફળીના તાજા બજાર ભાવ
ડુંગળીનાં ભાવ રાજકોટમાં ૭૦થી ૩૧૦નાં હતાં. અને ચાર હજાર ક્વિન્ટલની આવક થઈ હતી. રાજકોટમાં ડુંગળીની આવકોમાં વધારો થવાને પગલે આજે ઘટાડો થયો હતો. ગોંડલ બાજુ ખેડૂતો વાદરે વળતા હોવાથી રાજકોટમાં સરેરાશ ડુંગળીનાં વેપારો હવે દિવસે-દિવસે ઘટવા લાગ્યાં છે.
ગોંડલમાં ડુંગળીની ૪૪ હજાર ક્ટ્ટાની આવક સામે ભાવ રૂ.૬૧થી ૨૮૧નાં હતાં. સફેદમાં ૩૪૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૪૧થી ૨૫૧નાં હતાં.
આ પણ વાંચો: 1900 રૂપિયા બોલાયો કપાસને ભાવ, જાણો કયા ? સર્વે તેમજ ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ
મહુવામાં લાલ ડુંગળીની ૪૯ હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૩૧૧ અને સફેદમાં નવ હજાર કટ્ટાની આવક સામે
રૂ.૧૬૦થી ૨૬૭નાં હતાં. સફેદની બજારમાં મણે રૂ.૧૦થી ૨૦નો સુધારો જોવા મળ્યો હતો.
ડુંગળી લાલના બજાર ભાવ (06/01/2023)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 70 | 310 |
મહુવા | 100 | 311 |
ભાવનગર | 100 | 316 |
ગોંડલ | 61 | 281 |
જેતપુર | 101 | 241 |
વિસાવદર | 32 | 126 |
તળાજા | 144 | 271 |
ધોરાજી | 70 | 251 |
અમરેલી | 100 | 280 |
મોરબી | 100 | 300 |
પાલીતાણા | 170 | 240 |
અમદાવાદ | 100 | 320 |
વડોદરા | 160 | 400 |
ડુંગળી સફેદના બજાર ભાવ (06/01/2023)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
ભાવનગર | 160 | 241 |
મહુવા | 160 | 267 |
ગોંડલ | 141 | 251 |