khissu

આદ્રા કરી નાખશે પાધરા, વાવણીને લઈને સૌથી મોટી આગાહી

 વર્ષા વિજ્ઞાનના જાણીતા આગાહી કાર અંબાલાલ પટેલે 25 જૂનથી 3 જુલાઈ સુધીમાં રાજ્યના વિસ્તારોમાં વાવણી લાયક ભારે વરસાદની આગાહી કરી છે. જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના બધા જ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જે વિસ્તારોમાં વાવણી બાકી છે, ત્યાં પણ વાવણી થઈ જશે.

આદ્રા કરી દેશે પાધરા: 22 તારીખથી સૂર્યનું પરિભ્રમણ આદ્રા નક્ષત્રમાં થઈ જશે. આદ્રા નક્ષત્રનું વાહન ઘેટું છે. 22 તારીખ અને બુધવારે 11 વાગ્યે ને 44 મિનિટે આદ્રા નક્ષત્રની શરુઆત થઈ જશે.

નક્ષત્રો અને વાતાવરણમાં પલટો આવતા અંબાલાલ પટેલ કરી નવી નકોર 7 આગાહી: જાણો ક્યાં જિલ્લામાં ક્યારે પાક્કી વાવણી?

મફત છત્રી યોજના: આધાર કાર્ડ દીઠ એક છત્રી મફત, જાણો ફોર્મ કેવી રીતે ભરવું?

આદ્રા નક્ષત્રમાં વરસાદ કેવો થશે ?
સામાન્ય રીતે આ નક્ષત્રમાં પાચોતરી વાવણી થતી હોય છે. જ્યારે સારા પ્રમાણમાં અને સાર્વત્રિક વરસાદ થતો હોય છે. હવામાન વિભાગના મોડેલ પ્રમાણે 22 તારીખ બાદ રાજ્યમા સારા વરસાદની શક્યતા છે. 23 તારીખ થી હવામાન મોડેલ પ્રમાણે વરસાદ પડવાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની અસર વધુ રહેશે. જ્યારે 1 તારીખથી લઈને 7 જુલાઈમાં પણ સારા અને સાર્વત્રિક વરસાદની શક્યતા ગુજરાતમાં સંભાવના છે. અન્ય હવામાન મોડેલ પ્રમાણે કચ્છને બાદ કરતાં 27 તારીખ આસપાસ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

 હવે નક્ષત્ર બદલાતા થશે ભારે થી અતિભારે વરસાદ; આદ્રા નક્ષત્રના વરસાદ સંજોગ જાણો