khissu

નક્ષત્રો અને વાતાવરણમાં પલટો આવતા અંબાલાલ પટેલ કરી નવી નકોર 7 આગાહી: જાણો ક્યાં જિલ્લામાં ક્યારે પાક્કી વાવણી?

નક્ષત્ર પરથી વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે વરસાદી વાતાવરણ સક્રિય બનતા ફરી આજે નવી નકોર આગાહી કરી છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં વગર વરસાદે ચોમાસુ પહોંચી ગયુ હતું જે ત્રણ-ચાર દિવસ રહીને આજે ફરીથી સક્રિય બની આગળ વધ્યું છે. વાતાવરણમાં પલટો આવતા અને ચોમાસુ સક્રિય થતાં અંબાલાલ કાકાએ આગાહી કરી છે.

અંબાલાલ પટેલેની નવી નકોર આગાહી
1) ચોમાસાની એક્ટિવિટી સક્રિય બનતા અંબાલાલ પટેલે કરી વાવણીલાયક વરસાદની આગાહી

2) ગુજરાતમાં 25 જૂનથી લઈને 3 જુલાઈ સુધીમાં ભારે વાવણીલાયક વરસાદ થશે. 

3) જૂન મહિનાના છેલ્લા દિવસોમાં ગુજરાત પાણીથી તરબોળ થઇ જશે. 

4) સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડશે.5) ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં હળવાથી ભારે વાવણી લાયક વરસાદ આગાહી. 

હવે નક્ષત્ર બદલાતા થશે ભારે થી અતિભારે વરસાદ; આદ્રા નક્ષત્રના વરસાદ સંજોગ જાણો

6) અમદાવાદ વડોદરા આણંદ અને પંચમહાલમા વરસાદની આગાહી. તારે અરવલ્લી ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

7) ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જણાવ્યું છે કે ગુજરાત પાણીથી તરબોળ થશે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં.

૨૨ જુનથી આદ્રા નક્ષત્રની શરૂઆત થશે. આદ્રા નક્ષત્રની શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે. હાલમાં મૃગશીર્ષ નક્ષત્ર ચાલે છે. આદ્રા નક્ષત્રમાં અષાઢી બીજનો પણ સમાવેશ થાય છે. તારીખો પ્રમાણે અષાઢી બીજ પહેલા ગુજરાતમાં વાવણીલાયક વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ કરી છે.

મફત છત્રી યોજના: આધાર કાર્ડ દીઠ એક છત્રી મફત, જાણો ફોર્મ કેવી રીતે ભરવું?

આજથી નવો વરસાદ રાઉંડ શરૂ: ઉપર લેવલ ભેજને કારણે ક્યાં-ક્યાં જીલ્લામાં આગાહી?