ગુજરાત સરકાર ખેડુતો માટે સમયાંતરે ઘણીબધી યોજનાઓ બહાર પાડતી હોય છે. જેથી ખેડૂતોનો આર્થિક વિકાસ થઈ શકે. હવે બધું કામ ઓનલાઇન થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર પણ ડિજિટલ ઈન્ડિયા હેઠળ ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી છે જેથી ખેડૂતોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે. હાલ ગુજરાત સરકારે બાગાયતી યોજનાઓ માંથી મફત છત્રી / શેડ યોજના બહાર પાડી છે જેમા લોકોને આધાર કાર્ડ દીઠ મફતમાં છત્રી આપવામાં આવે છે. આવો જાણીએ યોજનાને લગતી સંપૂર્ણ માહિતી
હેતુ: આ યોજના રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે.
આ યોજનામાં લાભાર્થી દીઠ (એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.
જરૂરી દસ્તાવેજ:
આધાર કાર્ડની નકલ
બેંક ખાતાની નકલ
રેશનકાર્ડ ની નકલ
મોબાઈલ નંબર
ફોર્મ ભરવાની અગત્યની તારીખો: ફોર્મ શરૂ થવાની તા 17/06/2022 થી 16/07/2022 સુધી
ઘર બેઠા ઓનલાઇન ફોર્મ કેમ ભરવું?
ખેડૂતભાઈઓ સૌપ્રથમ Google માં ikhedut ટાઈપ કરવાનું રહેશે.
જ્યાં પ્રથમ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ પર જવું.
iKhedut ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવી.
યોજના પર Click કર્યા બાદ ક્રમ-3 પર આવેલી બાગાયતી યોજનાઓ ખોલવી.
બાગાયતી યોજનાઓ Open કર્યા જ્યાં ક્રમ નંબર-1 મફત છત્રી યોજના ઉપર ક્લિક કરવું.
જેમાં મફત છત્રી યોજના માં અરજી કરો તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ વધવા ક્લિક કરવી.
ખેડૂતભાઈ રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card અને Mobile Number નાખ્યા બાદ Captcha Image સબમીટ કર્યા પછી OTP મેળવવા ઓનલાઈન ક્લિક કરવી.
ખેડૂતે સંપૂર્ણ માહિતી ચોક્કસાઈપૂર્વક ભર્યા બાદ Application Save કરવી.
ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવી. અરજી કન્ફર્મ થયા પછી ઓનલાઈન અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.