લોકવાયકા:
મગશરા વાયા તો આદ્રા મે આયા
વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા
(મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે જ છૂટકો)
લોકવાયકા મુજબ મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે કોલા વેધર વેબસાઇટના પૂર્વાનુમાન અનુસાર આદ્રા નક્ષત્રમાં સાર્વત્રિક અને ભરપૂર વરસાદ જણાઈ રહ્યો છે. જો મોડી અથવા બીજી વાર વાવણી ઘણી વખત આદ્રા નક્ષત્રમાં થતી હોય છે.
આદ્રા નક્ષત્રની શરૂઆત ક્યારે થશે? 22/06/2022 થી સૂર્યનું પરિભ્રમણ આદ્રા નક્ષત્રમાં થશે. આદ્રા નક્ષત્રનુ વાહન ઘેટું છે. બુધવારે 11:44 એ આદ્રા નક્ષત્રની શરૂઆત થશે.
આદ્રા નક્ષત્રમાં વરસાદ પડવાની સંભાવના? સામાન્ય રીતે આદ્રા નક્ષત્રની અંદર પાછોતરી વાવણી થતી હોય છે તેમનો વરસાદ થતો હોય છે. અષાઢી બીજની વાવણી પણ આદ્રા નક્ષત્રમાં થતી હોય છે. મૃગશીર્ષ નક્ષત્રમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડતો હોય તો આદ્રા નક્ષત્રની અંદર ભરપૂર વરસાદ પડતો હોય છે. આ વર્ષે આદ્રા નક્ષત્રમાં સાર્વત્રિક અને ભરપૂર વરસાદ જણાય રહ્યો છે.
શું કહે છે કે whether મોડેલ? વેધર મોડલ મુજબ ગુજરાતમાં 22 તારીખ સુધી છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા પડતા રહેશે. 22 તારીખ પછી ગુજરાતમાં એક મોટો વરસાદ નો રાઉન્ડ આવી શકે છે. 22થી 30 જૂન વચ્ચે ઘણા વિસ્તારોમાં વાવણી થઈ જાય તેવા અહેવાલો જણાય રહ્યા છે. જોકે કુદરતી પરિબળો મુજબ આગાહી માં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડા ગ્રાહક સેવા કેન્દ્ર કેવી રીતે ખોલવું ? BoB કસ્ટમર કેર સેન્ટર ખોલવાથી થતી કમાણી ? જાણો અહીં
આ પણ વાંચો: BOBના ગ્રાહકો માટે ખુશખબરી: બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને આપી ભેટ
આ પણ વાંચો: તમારું PAN કાર્ડ સક્રિય છે કે નિષ્ક્રિય, જાણો કેવી રીતે જાણવું, અહીં વાંચો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આ પણ વાંચો: જો આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે તો ચિંતા કરવાની જરૂર નથી, માત્ર એક કોલમાં થઈ જશે સમાધાન