જગતના તાત માટે ખાસ વાત, પરેશ ગોસ્વામીએ કરી મોટી ભલામણ, જાણો શું આજની માહીતી

જગતના તાત માટે ખાસ વાત, પરેશ ગોસ્વામીએ કરી મોટી ભલામણ, જાણો શું આજની માહીતી

રાજ્યમાં ભરશિયાળે માવઠાનો ખતરો સેવાઈ રહ્યો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત દ્વારા આગામી સમયમાં રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી રહી છે.

ત્યારે ખેડૂત ભાઈઓમાં ચિંતા જોવા મળી રહી છે. કેમ કે, માવઠાની પાક પર અસર થતી હોય છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી સમયમાં થનારા સંભવિત માવઠાને પગલે ખેડૂતો ભાઈઓને જરૂરી સલાહ આપી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં માહિતી આપતાં જણાવ્યું કે, 25થી 28 ડિસેમ્બર વચ્ચે જે માવઠું થવાનું છે, ત્યારે શિયાળું પાકમાં અમુક પ્રકારની કાળજી રાખવી જોઈએ.

માવઠાની અસર પાક ઉપર થતી હોય છે. જે વિસ્તારમાં માવઠાની વધારે શક્યતાઓ છે, તે ખેડૂત ભાઈઓએ ખાસ કાળજી રાખવાની જરૂર છે કે, હમણા પિયત ન આપવું. સાથો સાથ નાઇટ્રોજન મળે તે કોઈપણ પ્રકારના ખાતરો ન આપવા.

ખાસ કરીને અત્યારે મોટાભાગના ખેડૂતો ભાઈઓ ઘઉં તથા અન્ય પાકોમાં યુરિયા આપતા હોય છે. યુરિયામાં નાઈટ્રોજન હોય છે. જ્યારે અન્ય ખાતરો દ્વારા પણ જે નાઇટ્રોજન આપવામાં આવતું હોય છે, ત્યારે અત્યારે કોઈપણ પાકને નાઇટ્રોજન આપવું જોઈએ નહીં. સાથે હમણા પિયત પણ ન આપવું.

જો યુરિયા કે કોઇ અન્ય પ્રકારે નાઈટ્રોજન આપવાનું હોય તો માવઠું પૂરું થયા પછી આપી શકાય. 25થી 28 તારીખ વચ્ચે હમણા આપણે કોઈ પિયત ન આપવું જોઈએ. નાઈટ્રોજનના સ્વરૂપમાં ખાતર ન આપવું જોઈએ. જે વિસ્તારમાં માવઠાની શક્યતાઓ વધારે છે, ત્યાંના ખેડૂતોએ ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે.

ઉત્તર ગુજરાતનાં ચાર જિલ્લા સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં માવઠાના ઝાપટાં પડે તેવી શક્યતા છે. મધ્યપ્રદેશ અને પાકિસ્તાન લાગુ વિસ્તારોમાં માવઠાની તીવ્રતા થોડી વધારે જોવા મળી શકે છે.

વાવ, થરાદ, દિયોદર, ધાનેરા, થાવર, નૈનાવા જેવા વિસ્તારોમાં માવઠાની તીવ્રતા વધારે જોવા મળી શકે છે. આ સાથે પાંથાવાડા, ઇકબાલગઢ, અમીરગઢ, ઇડર, વડાલી જેવા વિસ્તારોમાં તીવ્રતા વધારે રહેશે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને ગોધરામાં તીવ્ર માવઠું થાય તેવી શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાતનાં નવસારી, ડાંગ, તાપીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ માવઠાની આગાહી છે.