વરસાદને લઈ ઘાતક આગાહી, ગુજરાતમાં આ તારીખથી મેઘરાજાનું દે દનાદન, સૌરાષ્ટ્રમાં તો ભૂક્કા કાઢી નાખશે!

વરસાદને લઈ ઘાતક આગાહી, ગુજરાતમાં આ તારીખથી મેઘરાજાનું દે દનાદન, સૌરાષ્ટ્રમાં તો ભૂક્કા કાઢી નાખશે!

Gujarat Weather: હાલમાં ગુજરાતના ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ વરસાદના કોઈ સારા એંધાણ જોવા નથી મળી રહ્યા. એવામાં હવે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણા રાજ્યમાં ફરી સારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને ખેડૂતોના ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી છે.

વરસાદને લઈ ફરી એક વખત હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. મેઘરાજા ફરી એક વખત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે. આપણે જાણીએ છીએ કે ઓગસ્ટ મહિનામાં મેઘરાજા રિસાયા હોય તેમ બિલકુલ વરસાદ ન પડતા  ખેતરમાં વાવેલ પાક નિષ્ફળ જવાની પણ હાલમાં ખેડૂતોને બીક છે.

જો કે હવે સારા સમાચાર એ છે કે સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ છે. ગુજરાત પર લો પ્રેશની સિસ્ટમ બનતી હોવાથી ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ છવાશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી રહી છે.