રેકોર્ડ બ્રેક ગરમીની પરેશભાઇ ગૌસ્વામી ની આગાહી, આ મહિને જ તાપમાન બેકાબુ

રેકોર્ડ બ્રેક ગરમીની પરેશભાઇ ગૌસ્વામી ની આગાહી, આ મહિને જ તાપમાન બેકાબુ

આ વર્ષે હવામાનની રીતે ઘણી બધી અસમંજસતા જોવા મળી, ઘણા ફેરફારો જોવા મળ્યા છે. આ પાછળ સૌથી મહત્ત્વનું કારણ અલનીનોની સક્રિયતા છે. જોકે, હવે અલનીનો પણ ઝડપથી ડાઉન થઇ રહ્યો છે. માર્ચ મહિના સુધીમાં અલનીનો લગભગ ન્યૂટ્રલ થઇ જાય તેવી પણ શક્યતાઓ છે. તે પછી આપણું હવામાન રેગ્યુલર જોવા મળશે

હાલ રાજ્યમાં મિક્સ ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. સવારે અને રાત્રે થોડીક ઠંડીનો અનુભવ થાય છે. હાલ શિયાળાની વિદાયની ગણતરીઓ ગણાઇ રહી છે, ત્યારે આ ચરણમાં ફરી એક વખત રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. શિયાળાના આ તબક્કામાં ઠંડી નહીં પરંતુ તાપમાન રેકોર્ડ રીતે વધે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ ટ્યુબ વીડિયોમાં જણાવ્યું છે કે, આવનારા દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં વધારે ઊંચું જાય તેવી શક્યતાઓ છે. એક પ્રકારે એવું પણ કહી શકાય કે ફેબ્રુઆરીમાં તાપમાન બેકાબૂ થવા જઇ રહ્યું છે.

બીજી બાજુ, 15 ફેબ્રુઆરીથી વાદળછાયા વાતાવરણથી સંપૂર્ણ મુક્તિ મળી જશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વાતાવરણ ખુલ્લુ થઇ જશે. થોડા સમય માટે વાદળ જોવા મળશે નહીં. ખાસ કરીને, ફેબ્રુઆરી મહિનો સામાન્ય ઠંડીનો ગણવામાં આવે છે અને સવાર-સાંજ ઠંડી જોવા મળતી હોય છે. લધુત્તમ તાપમાન સતત જોવા મળતું હોય છે અને લઘુત્તમ તાપમાન નોર્મલ આસપાસ રહેવું જોઇએ. એટલે કે 30થી 32 ડિગ્રી આસપાસ રહેવું જોઇએ.

આવનારા સમયમાં 16થી 19 ફેબ્રુઆરી વચ્ચે તાપમાન ફેબ્રુઆરી મહિનાના અમુક વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. સામાન્ય રીતે જોવા જઇએ તો 2015 પછીથી 2017માં ફેબ્રુઆરી મહિનામાં તપામાન 35 ડિગ્રીથી ઉપર જોવા મળ્યું હતું. એ પછી 2020માં પણ ફેબ્રુઆરી મહિનામાં 35 ડિગ્રી કરતાં ઊંચુ તાપમાન જોવા મળ્યું હતું. તેવી જ રીતે હાલ 2024ના ફેબ્રુઆરીમાં તાપમાન 35 ડિગ્રી કરતાં વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે.

16થી 19 ફેબ્રુઆરીનું જે સેશન હશે, આ ચાર દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં 37થી 38 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે કહી શકાય કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનો સામાન્ય કરતાં ગરમ જોવા મળશે.

જોકે, ફેબ્રુઆરી મહિનાના પહેલા 15 દિવસ શિયાળાનું હવામાન જોવા મળ્યું છે. સામાન્ય ઠંડી પણ જોવા મળી છે. 15 તારીખ પછીના સેશનમાં સામાન્ય કરતાં ઊંચું તાપમાન જોવા મળશે. અગાઉ પણ માહિતી આપતાં હતા કે આ વખતે શિયાળાની વિદાય વહેલી થશે અને 15 તારીખ પછી તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે, એ જ મુજબનું 16થી 19 ફેબ્રુઆરીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 37-38 ડિગ્રી જોવા મળશે