khissu

શું ગુજરાતમાં પણ આવશે વાવાઝોડુ ? જાણો શું છે પરેશભાઇ ગૌસ્વમીની આગાહી

કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ હવે ગુજરાતમાં ચોમાસાની ક્યારે એન્ટ્રી થશે તે અંગેની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. જોકે, આ પહેલા ચોમાસું ગોવા થઈને મહારાષ્ટ્ર અને તે પછી ગુજરાતમાં એન્ટ્રી કરશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 14મી જૂને ચોમાસું બેસે તેવી સંભાવનાઓ વ્યક્ત કર્યા બાદ પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે અંગેની શક્યતાઓ વ્યક્ત કરી છે.

પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડી બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડાની ચર્ચાઓ વચ્ચે આગાહી કરીને જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં હલચલ ઉભી થઈ છે પરંતુ વાવાઝોડું બનશે નહીં. પહેલી જૂને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી અને લો-પ્રેશર તૈયાર થઈ રહ્યું છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

તો બીજી તરફ હવામાન ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં 16મી તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે 17મી તારીખથી ભયંકર ગરમીની પણ આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કહે છે કે, જોકે, ડીપ ડિપ્રેશન સુધીનો સ્ટેજ થઈ શકે છે. જો હવે ડીપ ડિપ્રેશન ઉભું થાય તો તેની ગુજરાત પર શું અસર થઈ શકે તે અંગે વાત કરીને તેમણે કહ્યું કે, જો આમ થયું તો 5થી 10 જૂન દરમિયાન ગુજરાત પર તેની અસર થઈ શકે છે.