કપાસની સિઝન હવે જવાની થઈ છે. તો પણ ભાવ મહત્તમ સપાટી પહોંચી રહ્યો છે. ગુજરાતની મોટાં ભાગની માર્કેટ યાર્ડમાં કપાસનાં ભાવ 2000 ને પાર બોલાઈ રહ્યા છે. એવામાં કોટન એડવાઇઝરી કમિટિએ ઓસ્ટ્રેલિયાના રૂના ઉત્પાદનના અંદાજમાં એક લાખ ટન એટલે કે ૫.૮૮ લાખ ગાંસડી (૧૭૦ કિલોની)નો વધારો કર્યોો હતો. ઓસ્ટ્રેલિયાનો રૂનો ક્રોપ ચાલુ વર્ષે ૬૪.૬૮ લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે જે ગત્ત વર્ષે ૫૮.૮૦ લાખ ટન રહ્યું હતું. ઓસ્ટ્રેલિયા વિશ્વમાં અગ્રીમ હરોળનું રૂનું નિકાસકાર છે.
ભારતમાં બટાટાનુ ઉત્પાદન કેટલું છે ? : બટાટાનું ઉત્પાદન વિશ્વના સો કરતાં વધુ દેશોમાં કરવામાં આવે છે. વિશ્વમાં બટાટાના ઉત્પાદનમાં માત્ર એશિયાનો હિસ્સો અડધો છે, તેમાં ચીન અને ભારત લગભગ ૩૮% હિસ્સો ધરાવે છે.વિશ્વમાં બટાટાના વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ભારત ત્રીજા ક્રમે છે અને ઉત્પાદનમાં ચીન પછી બીજા ક્રમે છે. બટાટાનું વૈશ્વિક ઉત્પાદન વર્ષ ૨૦૧૯-૨૦માં ૩૫૪.૮ મિલિયન ટન થયેલ જે વધીને વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૫૯.૦૭ મિલિયન ટન નોંધાયેલ.
ગુજરાતમા બટાટા નુ વાવેતર કેટલું ? ગુજરાતમાં, વર્ષ ૨૦૨૧-૨૨માં બટાટાનો વાવેતર વિસ્તાર અંદાજે ૧.૨૬ લાખ હેક્ટર નોંધાયેલ છે (બીજો આગોતરો અંદાજ કૃષિકલ્યાણ વિભાગ, ગાંધીનગર, ગુજરાત, ૨૦૨૧-૨૨) જે વર્ષ ૨૦૨૦-૨૧માં ૧.૨૫ લાખ હેક્ટર રહેલ (અંતિમ આગોતરો અંદાજ કૃષિ કલ્યાણ વિભાગ, ગાંધીનગર, ગુજરાત, ૨૦૨૦-૨૧). ગુજરાતમાં વર્ષ ૨૦૨૧-૨૨માં બટાટાનું ઉત્પાદન ૩૮.૩૦ લાખ મેટ્રિક ટન રહેવાની સંભાવના છે, જે ૨૦૨૦-૨૧માં ૩૯.૧૩ લાખ મેટ્રિક ટન હતું .
આજદિન સુધી ભાવ કેવા રહ્યા છે? : જાન્યુઆરી 2020 ગુજરાતના બજારોમાં બટાટાના ભાવરૂ.૧૫૩૧ પ્રતિ ક્વિન્ટલ હતા, જે ઘટીને ફેબ્રુઆરીમાં રૂ.૧૧૦૫ અને માર્ચમાં રૂ.૧૨૫૦ પ્રતિ ક્વિન્ટલ રહ્યા હતા, જ્યારે વર્ષ ૨૦૨૧ના જાન્યુઆરીમાં બટાટાનો ભાવ રૂ.૧૩૫૦ રહેલ જે સતત ઘટીને ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અનુક્રમે રૂ.૮૮૯ અને રૂ.૭૬૦ રહેલ.
આગામી સમયમાં ભાવ કેવા રહેશે: હાલ જાન્યુઆરી મહિનામાં ગુજરાતના વિવિધ બજારમાં બટાટાના ભાવ રૂ.૧૨૧૦ પ્રતિક્વિન્ટલ જેટલા પ્રવર્તમાન છે. ઉપરોક્ત વિગતોને ધ્યાનમાં લઈ, સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલીજન્સ, નાહેપ-કાસ્ટ પ્રોજેક્ટ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદની સંશોધન ટીમે ગુજરાત રાજ્યના અમદાવાદ માર્કેટ યાર્ડના બટાટાના છેલ્લા ૧૭ વર્ષના સાપ્તાહિક ભાવોનું વિશ્લેષણ કરેલ છે. જેનાં તારણ મુજબ અનુમાન છે કે ફેબ્રુઆરી- માર્ચ ૨૦૨૨ દરમ્યાન (લણણી સમયે) બટાટાના ભાવ રૂ.૧૬૫ થી ૨૦૫ પ્રતિ મણ (રૂ. ૮૨૫ થી ૧૦૨૫ પ્રતિ ક્વિન્ટલ) રહેવાની સંભાવના છે. જેથી ઉપરોક્ત બાબતો અંગેની નોંધ લઈ, બટાટા વેચવા અથવા સંગ્રહ કરવાનો નિર્ણય ખેડૂતભાઈઓ પોતાની રીતે લઈ શકે છ
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 2111 |
ઘઉં | 400 | 511 |
જીરું | 2500 | 3640 |
એરંડા | 1000 | 1420 |
બાજરો | 350 | 426 |
રાયડો | 1050 | 1225 |
ચણા | 800 | 974 |
મગફળી ઝીણી | 900 | 1170 |
લસણ | 45 | 605 |
અજમો | 1250 | 3105 |
ધાણા | 1000 | 1950 |
તુવેર | 1000 | 1235 |
અડદ | 390 | 720 |
મરચા સુકા | 800 | 3450 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1211 | 2201 |
ઘઉં | 425 | 534 |
જીરું | 2100 | 3941 |
એરંડા | 1191 | 1441 |
તલ | 1200 | 2241 |
બાજરો | 321 | 381 |
રાયડો | 951 | 1201 |
ચણા | 871 | 931 |
મગફળી ઝીણી | 830 | 1286 |
મગફળી જાડી | 815 | 1291 |
ડુંગળી | 71 | 341 |
લસણ | 111 | 681 |
જુવાર | 421 | 591 |
સોયાબીન | 1281 | 1411 |
ધાણા | 1301 | 2141 |
તુવેર | 926 | 1231 |
મગ | 900 | 1441 |
મેથી | 1000 | 1261 |
રાઈ | 801 | 1191 |
મરચા સુકા | 700 | 2851 |
ઘઉં ટુકડા | 430 | 552 |
શીંગ ફાડા | 1181 | 1701 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1400 | 2158 |
ઘઉં | 416 | 494 |
જીરું | 1400 | 3600 |
તલ | 1000 | 2196 |
ચણા | 700 | 1031 |
મગફળી ઝીણી | 1200 | 1262 |
મગફળી જાડી | 830 | 1279 |
જુવાર | 318 | 570 |
સોયાબીન | 1295 | 1390 |
અજમો | 1890 | 2300 |
ધાણા | 1200 | 2155 |
તુવેર | 700 | 1266 |
તલ કાળા | 1120 | 2151 |
સિંગદાણા | 900 | 1500 |
ઘઉં ટુકડા | 425 | 534 |
જસદણ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1550 | 2121 |
ઘઉં | 451 | 451 |
જીરું | 2300 | 3800 |
એરંડા | 1347 | 1347 |
તલ | 1500 | 1900 |
બાજરો | 486 | 486 |
મગફળી જાડી | 1150 | 1245 |
અડદ | 500 | 1050 |
જુવાર | 450 | 600 |
સોયાબીન | 1100 | 1300 |
ધાણા | 1500 | 2280 |
તુવેર | 1000 | 1160 |
તલ કાળા | 1600 | 2300 |
મગ | 1300 | 1300 |
મેથી | 1100 | 1200 |
રાઈ | 1000 | 1140 |
સિંગદાણા | 1400 | 1600 |
મરચા સુકા | 1300 | 2896 |
ઘઉં ટુકડા | 411 | 500 |
કળથી | - | - |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 450 | 482 |
ઘઉં ટુકડા | 455 | 503 |
ચણા | 830 | 961 |
અડદ | 800 | 1345 |
તુવેર | 1000 | 1256 |
મગફળી ઝીણી | 1054 | 1196 |
મગફળી જાડી | 860 | 1218 |
સિંગફાડા | 1400 | 1582 |
તલ | 1400 | 2150 |
તલ કાળા | 2075 | 2075 |
જીરું | 2600 | 3600 |
ધાણા | 1650 | 2178 |
મગ | 850 | 1330 |
સોયાબીન | 1300 | 1484 |
મેથી | 900 | 1220 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1601 | 2011 |
ઘઉં | 462 | 516 |
જીરું | 2250 | 3814 |
એરંડા | 1382 | 1417 |
રાયડો | 1000 | 1200 |
ચણા | 880 | 1017 |
મગફળી ઝીણી | 1045 | 1173 |
ધાણા | 1501 | 1975 |
તુવેર | 1054 | 1184 |
અડદ | 501 | 1277 |
રાઈ | 1050 | 1160 |
ગુવારનું બી | - | - |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1565 | 2178 |
ઘઉં લોકવન | 450 | 475 |
ઘઉં ટુકડા | 462 | 501 |
જુવાર સફેદ | 425 | 605 |
જુવાર પીળી | 320 | 380 |
બાજરી | 275 | 430 |
તુવેર | 1050 | 1235 |
ચણા પીળા | 880 | 930 |
અડદ | 800 | 1350 |
મગ | 1100 | 1429 |
વાલ દેશી | 825 | 1341 |
વાલ પાપડી | 1450 | 1780 |
ચોળી | 950 | 1660 |
કળથી | 775 | 1011 |
સિંગદાણા | 1550 | 1675 |
મગફળી જાડી | 1030 | 1286 |
મગફળી ઝીણી | 1009 | 1225 |
સુરજમુખી | 861 | 1011 |
એરંડા | 1386 | 1415 |
અજમો | 1550 | 2290 |
સુવા | 950 | 1190 |
સોયાબીન | 1340 | 1409 |
સિંગફાડા | 1200 | 1550 |
કાળા તલ | 1940 | 2550 |
લસણ | 150 | 700 |
ધાણા | 1605 | 2360 |
જીરું | 2950 | 4000 |
રાઈ | 1035 | 1120 |
મેથી | 1133 | 1405 |
ઇસબગુલ | 1650 | 2305 |
રાયડો | 1075 | 1200 |
મહુવા માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
શીંગ મગડી | 1100 | 1195 |
શીંગ નં' ૩૯ | 1150 | 1272 |
શીંગ જી 20 | 987 | 1330 |
જુવાર | 332 | 441 |
બાજરી | 342 | 552 |
ઘઉં ટુકડા | 333 | 611 |
રાજગરો | 505 | 505 |
અડદ | 1190 | 1190 |
મગ | 1000 | 1000 |
રાય | 1023 | 1293 |
ચણા | 759 | 1020 |
તુવેર | 280 | 1120 |
ધાણા | 1320 | 2362 |
મેથી | 400 | 1362 |
ડુંગળી લાલ | 75 | 434 |
ડુંગળી સફેદ | 130 | 297 |
કપાસ | 1200 | 2010 |
નાળીયેર | 677 | 1767 |