khissu

કરો વધામણા, તૈયાર રહેજો ગુજરાતીઓ પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ જાણો તમારા જિલ્લામાં ક્યારે વરસાદ

ગુજરાતમાં કાળઝાળ ગરમીની વિદાય થવા લાગી છે અને ચોમાસાના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતમાં વરસી શકે છે. રાજ્યમાં ગરમીની વિદાય પણ થવા લાગી છે અને પ્રિ-મોન્સુન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં જ્યાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં મધ્ય ગુજરાતમાં દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર મધ્યમ વરસાદ રહી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને ડાંગમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે.

ક્યાં પડી શકે છે વરસાદ?
દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર
વલસાડ, નવસારી, ડાંગ

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

તો સૌરાષ્ટ્રમાં લગભગ તમામ જિલ્લામાં પ્રિ-મોન્સુન વરસાદ વરસી શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને બોટાદમાં વધુ વરસાદ પડી શકે છે...તો ગુજરાતના પાડોશી સંઘપ્રદેશ દીવમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

વરસાદની આ જે આગાહી કરવામાં આવી તે પ્રિમોન્સુન વરસાદની છે, હજુ ચોમાસુ 15 જૂન પછી શરૂ થાય તેવી સંભાવના છે, ગુજરાતમાં વિધિવત ચોમાસું શરૂ થાય તે પહેલા રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ વખતે ચોમાસુ પણ સારુ રહેવાની શક્યતાઓ છે. જોવાનું રહેશે કે આ વરસાદ ગુજરાતના ખેડૂતો માટે કેટલો લાભદાયી નીવડે છે?